અલથાણ પોલીસે હીરા વેપારીના દીકરા સહીત કુટણખાનું ચલાવતા મહિલા પુરુષને પકડ્યા

સુરત શહેર ના અલથાણ વિસ્તાર માં આકાશ હોટલ મા ચાલી રહેલા કૂટણખાના (Althan Protitution) ને ઝડપી પાડી પોલીસે દરોડો પાડી ગ્રાહકો ને રંગે હાથ ઝડપી…

સુરત શહેર ના અલથાણ વિસ્તાર માં આકાશ હોટલ મા ચાલી રહેલા કૂટણખાના (Althan Protitution) ને ઝડપી પાડી પોલીસે દરોડો પાડી ગ્રાહકો ને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને હોટલ ના માલિક તથા રિશેપ્સન પર રહેલી વ્યક્તિ અને ગ્રાહક ની ધરપકડ કરી હતી તેઓની સામે યૌન શોષણ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અલથાણ વિસ્તાર માં ફોર પોઇન્ટમા પહેલા માળે હોટલ આકાશ માં કુટણખાનું ધમધમી રહ્યું છે. તેવી બાતમીના આધારે સાંજે ૮ થી ૯ વાગ્યાના સમય દરમ્યાન પોલીસે હોટેલમાં દરોડા પાડી હોટલ નાં રૂમ ચેક કરતા રૂમ નંબર ૧૦૩ માંથી એક મહિલા અને પ્રિન્સ સોનાણી નામનો યુવાન કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે બહાર લાવી પૂછપરછ કરતાં આ સાથે જ હોટલ મા નોકરી કરતા ૨૦ વર્ષીય પરિતોષ ગૌતમ મહંત ની પોલીસે પૂછપરછ કરતાં તેણે ગ્રાહકો પાસેથી ૨૫૦૦ રૂપિયા મા શરીરસુખ માણવાની સગવડ પુરી પાડતા હોવાની કબુલાત કરી હતી. એમાંથી ૫૦૦ રૂપિયા જ મહિલાને આપવામાં આવતા હતા.

મળતી વિગતો અનુસાર અલથાણ પોલીસે પ્રિન્સ રમેશભાઈ સોનાણી (Prince Sonani) (રહે, ધ પેલેડીયમ, કતારગામ), હોટલના રિસેપ્શનિસ્ટ પરિતોષ ગૌતમ મહંતો (Paritosh Mahanto) (રહે.હોટલ આકાશ, પહેલો માળ, 231થી 236, ફોર પોઈન્ટ, વીઆઈપી રોડ, અલથાણ) અને સંચાલિકા સુનિતા રાજેશભાઈ પટેલ (Sunita Patel) (રહે, આકાશ પૃથ્વી, ભેસ્તાન) સામે યૌન શોષણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક પુછપરછમાં હોટેલ રીસેપ્શનીષ્ટ પરિતોષે જણાવ્યું કે, ગ્રાહકને હોટલમાં શરીરસુખ માણવા માટેની સગવડ પુરી પડાતી હતી. ગ્રાહક પાસેથી રૂ.2500 વસૂલાતા હતા અને તેમાંથી લલનાને ગ્રાહક દીઠ 500 અપાતા હતા. દેહવેપાર માટે યુવતીઓ રિયા નામની સપ્લાયર મોકલતી હતી. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે. પકડાયેલ ગ્રાહક હાલમાં જ વિદેશમાં અભ્યાસ કરીને આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. હોટેલ ભાડે રાખી હતી​​​​​​​હોટલનું સંચાલન કરતી સુનિતા પટેલે એકાદ મહિના પહેલા જ હોટલ ભાડે લીધી હતી. જ્યારે રીયાએ તેનો સંપર્ક કરીને લલના મોકલવાનું કહ્યું હતું. હોટલ ચલાવવા માટે સુનિતાએ દેહવેપાર કરાવવાનો શરૂ કર્યો હતો.