અમેરિકાના ડોક્ટરે ચેતવણી આપી છે કે કોરોનાવાયરસ ના કારણે 30થી 49 વર્ષના ઘણા લોકોને અચાનક મૃત્યુ થઈ રહ્યા છે. એમાં ઘણા લોકો એવા હોય છે જે બિલકુલ બીમાર નથી દેખાતા અને તેમાં કોઇ લક્ષણ પણ જોવા મળતા નથી. પરંતુ અચાનક સ્ટ્રોકના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. ન્યુ યોર્કમાં ઘણા લોકોના મૃત્યુ તેના ઘરમાં જ થઈ રહ્યા છે.
એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર મેનહટનના MSBI હોસ્પિટલ ના ડોક્ટર થોમસએ જણાવ્યું કે તેના એક દર્દીને કોઇ દવા લીધી ન હતી પહેલાથી કોઇ તકલીફ નથી. બધા લોકોની જેમ તે પણ LOCKDOWN માં ઘરમાં હતો. અચાનક તેને વાત કરવામાં તકલીફ થવા લાગી.
તપાસમાં માલૂમ પડ્યું કે સ્ટ્રોકના કારણે તેના શરીરમાં ખૂબ મોટું બ્લોકેજ થઈ ગયું છે. તપાસમાં તે કોરોના થી સંક્રમિત મળી આવ્યો. દર્દીની ઉંમર 44 વર્ષ હતી. જોકે આ રીત પ્રકારના ગંભીર આરોપ ના શિકાર થનારાં લોકોની એવરેજ ઉંમર ૭૪ વર્ષ રહી છે. પરંતુ કોરોનાવાયરસ ને કારણે ઓછી ઉંમરના લોકો પણ જીવ સ્ટ્રોકના કારણે ગુમાવી શકે છે.
ન્યુરોલોજીસ્ટ જણાવ્યું કે તેને દર્દીના માથા માંથી CLOT હટાવવાની પ્રક્રિયા શરૂ કરી તો મોનિટર પર જોયું કે તેના માથામાં તે જ વખતે નવા CLOT બનતા જઈ રહ્યા છે. અમેરિકામાં ઘણી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તપાસમાં સ્ટોકના શિકાર થયેલા લોકોના કોરોના પોઝિટિવ આવે છે. ઘણા દર્દીઓમાં પહેલાથી સંક્રમણના કોઈ લક્ષણ નથી દેખાયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news