CSR ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાને એનાયત કરાયો પ્રતિષ્ઠિત ‘મહાત્મા એવોર્ડ 2023’

AM/NS India awarded ‘Mahatma Award 2023’: આર્સેલરમિત્તલ એન્ડ નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS ઇન્ડિયા)નું…

AM/NS India awarded ‘Mahatma Award 2023’: આર્સેલરમિત્તલ એન્ડ નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS ઇન્ડિયા)નું સીએસઆર ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે પ્રતિષ્ઠિત મહાત્મા એવોર્ડ 2023(AM/NS India awarded ‘Mahatma Award 2023’)થી બહુમાન કરાયું છે.

નવી દિલ્હી ખાતે તા.30 સપ્ટેમ્બર ના રોજ યોજાયેલ એક સમારંભમાં એએમ/એનએસ ઇન્ડિયાના સીએસઆર હેડ – ડો. વિકાસ યાદવેન્દુએ આ એવોર્ડ પ્રતિષ્ઠિત મહાનુભવો અને મહેમાનોની હાજરીમાં મહાત્મા ગાંધીએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ ટ્રસ્ટી ઉત્તમ પરમારના પાસેથી સ્વીકાર્યો હતો.

ભારતના સીએસઆર બીલ માટે મહત્વની કામગીરી બજાવનાર સોશિયલ આંત્રપ્રિનિયોનર અને ફિલાન્થ્રોપિસ્ટ અમીત સચદેવા દ્વારા સ્થાપિત આ એવોર્ડ સમાજમાં હકારાત્મક અને સીએસઆર પરિવર્તનના સંવર્ધન માટે કોર્પોરેટ્સ અને વ્યક્તિગત કામગીરી બદલ આપવામાં આવે છે.

એએમ/એનએસ ઈન્ડિયાને જે પરિવર્તનલક્ષી પ્રયાસો બદલ એવોર્ડ પ્રાપ્ત થયો છે તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ
1. કોવિડ-19 મહામારી દરમ્યાન રાહતના પ્રયાસોઃ મહામારી દરમ્યાન પરિવર્તનલક્ષી પ્રયાસ બદલ
2. ડિજિટલ પાઠશાળા: ડિજિટલ શિક્ષણ મારફતે વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે
3. પ્રોજેક્ટ દક્ષ: રોજાગર પાત્રતામાં વધારો કરવા બદલ અને જોબ પ્લેસમેન્ટ પૂરા પાડવા માટે

4. બેટી પઢાવો સ્કોલરશીપઃ શિક્ષણમાં જાતિય સમાનતાને પ્રોત્સાહન આપવા
5. પઢેગા ભારતઃ સરકાર સંચાલિત શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓ અપગ્રેડ કરાય
6. આરોગ્યલક્ષી કાર્યક્રમોઃ સમાજના હાંસિયામાં રહેલી વસતિને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવાય

આ બહુમાન અંગે પ્રતિભાવ આપતા કેજી કુબોટા, ડેપ્યુટી ડિરેક્ટર, એચઆર અને એડમિનિસ્ટ્રેશન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ જણાવ્યું કે, “આ એવોર્ડ હાંસલ કરવા બદલ અમે અત્યંત સન્માનની લાગણી અનુભવીએ છીએ. અમારી વિચારધારા અને અભિગમ સીએસઆરના કાયદા અને યુએન સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ સાથે જોડાયેલી છે. અમારા પ્રયાસો આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, પર્યાવરણની જાળવણી અને કર્મચારીઓના સ્વૈચ્છિક પ્રયાસો સાથે સંકળાયેલી છે. અમારા સમર્પિત પ્રયાસો ભારતના 25 લાખ લોકોને સ્પર્શે છે અને તમામને ઉજળા અને વધુ પર્યાવરણલક્ષી ભાવિ તરફ દોરી જાય છે.”

ડો. યાદવેન્દુએ ‘આરોગ્ય અને તેની અસરો’ અંગે વિસ્તૃત વિગતો આપતું મુખ્ય પ્રવચન કર્યું હતું અને તેમાં આરોગ્ય ક્ષેત્રને આગળ ધપાવવામાં ટેકનોલોજીની ભૂમિકા તથા યુનાઈટેડ નેશન્સના સસ્ટેનેબિલીટી ડેવલપમેન્ટ ગોલ અંગે વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *