કોંગ્રેસ નેતા દર્શન નાયકની ફરિયાદ બાદ સુરતમાં લુંટ મચાવનાર નવરાત્રી આયોજકો પર મોટી કાર્યવાહી

Published on Trishul News at 11:27 AM, Sat, 28 October 2023

Last modified on October 28th, 2023 at 11:38 AM

Action on Garba organizers in Surat: ગરબાના આયોજનનું  મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાનું હોવો જોઈએ. પરંતુ ગરબાના આયોજકો દ્વારા ગરબાની સંસ્કૃતિને જાળવવાની જગ્યાએ કોમર્શિયલ આયોજન કરી પૈસા કમાવાનો ધંધો શરૂ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. નવરાત્રીના પડાલમાં આયોજકો દ્રારા ફાસ્ટ ફૂડ, નાસ્તા અને ઠંડા પાણીના સ્ટોલ લગાવવામાં આવેલા હોય છે. તેમના દ્વારા આ નાસ્તાની  મૂળ કિંમત કરતાં વધુ કિંમત ગરબા માં આવતા દરેક ગ્રાહકો પાસે વસૂલ કરવામાં આવે છે. જેને લઈને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક(Congress leader Darshan Nayak) દ્વારા 19 ઓકટોબરના રોજ રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા કરાયેલી રજૂઆત બાદ ધ લીગલ મેટ્રોલોજી એક્ટ-2009 તથા ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી રૂલ્સ-2011 તથા પેકેજ કોમોડીટીઝ રૂલ્સ-2011 અન્વયે સુરત શહેરમાં જુદા જુદા સ્થળે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, ફાસ્ટફુડ નાસ્તા, અને ઠંડાપીણાના સ્ટોલની વસ્તુઓનું વેચાણ કરતાં કુલ 19 એકમો સામે પ્રોસીક્યુશન કેસ કરી કાયદા/નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી(Action on Garba organizers in Surat) કરવામાં આવી છે.

દર્શન નાયકે કરેલી રજુઆતમાં તેમણે જણાવ્યું હતું કે, ખરેખર તો ગરીબોને મફત એન્ટ્રી અ્ને પાર્કિંગની સુવિધા પણ ફ્રી હોવી જોઇએ. એક પંડાલમાં રોજના સાતથી દસ હજાર જેટલા લોકો પ્રવેશ કરી રહ્યા છે અને આટલી જંગી કમાણી કયા જઈ રહી છે? આ અંગે GST કમિશનરને રજૂઆત કરી GST વસૂલ કરવા અંગે પણ વાત કરી હતી.

સામાન્ય રીતે જ્યારે આયોજકો દ્વારા ગરબાનો આયોજન કરવામાં આવે ત્યારે સમાજના દરેક વર્ગ તેનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થાઓ હોવી જરૂરી છે. પરંતુ સુરત શહેરમાં આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે તેનો લાભ કોઈ આર્થિક રીતે ગરીબ વર્ગ લઈ શકતો નથી તથા તેમને કોઈ રાહત પણ આપવામાં આવતી નથી. નવરાત્રિના ગરબાએ ધર્મકાર્યનું પ્રતીક છે અને કોઈ પણ ધર્મ કાર્યનો લાભ દરેક નાગરિકને મળવો જરૂરી છે. પરંતુ આર્થિક હાલત ન હોવાને કારણે સમાજના અનેક ગરીબ લોકો આવા ધર્મ કાર્યનો લાભ લઈ શકતા નથી.

Be the first to comment on "કોંગ્રેસ નેતા દર્શન નાયકની ફરિયાદ બાદ સુરતમાં લુંટ મચાવનાર નવરાત્રી આયોજકો પર મોટી કાર્યવાહી"

Leave a comment

Your email address will not be published.


*