AM/NS ઈન્ડિયાને એનાયત થયો ‘પ્રતિષ્ઠિત ઈસ્પાત સુરક્ષા પુરસ્કાર’

હજીરા- સુરત(Hazira-Surat): આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) ને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત “ઈસ્પાત સુરક્ષા એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે.

AM/NS ઈન્ડિયાને આ એવૉર્ડ કેલેન્ડર વર્ષ 2020 અને 2021 તથા 2021 અને 2022 દરમ્યાન કોઈ ઘાતક અકસ્માત નહીં થવાની સિધ્ધિ બદલ એનાયત કરવામાં આવ્યો છે. આ એવૉર્ડ સ્ટીલ ઈન્ડસ્ટ્રીની ઈન્ટ્રીગરેટેડ સ્ટીલ પ્લાન્ટ કેટેગરીમાં સલામતિ,આરોગ્ય, અને પર્યાવરણ અંગેની સંયુક્ત સમિતિ (JCSSI)ના નિર્ણય મુજબ એનાયત કરવામાં આવ્યો છે.

AM/NS ઈન્ડિયાના ચાર ઝોનને વર્ષ 2020 અને 2021 તથા 2021 અને 2022 માટે હજીરામાં “ઈસ્પાત સુરક્ષા એવોર્ડ”થી બહુમાન કરવામાં આવ્યુ છે. જે નીચે મુજબ છે…
1) કોલસો, કોક અને કેમિકલ ઝોન.
2) રોલિંગ મિલ ઝોન.
3) બ્લાસટ ફર્નેસીસ, સ્લેગ ગ્રેન્યુલેશન પ્લાન્ટસ અનેરૉમટિરિયલ ઝોન.
4) સ્ટીલ મેલ્ટીંગ શોપ્સ, કન્ટીન્યુઅસ કાસ્ટીંગ શોપ્સ ઝોન.

AM/NS ઈન્ડિયા અને ઈન્ડોનેશિયાના હેલ્થ એન્ડ સેફ્ટીના વડા સારંગ મહાજન જણાવે છે કે, “AM/NS ઈન્ડિયા ખાતે કર્મચારીઓના સલામતિને હંમેશાં ટોચની અગ્રતા અપાય છે અને અપાતી રહેશે. અમારો ઉત્તમ ટ્રેક રેકોર્ડ અમારી કટિબધ્ધતા, અને સિસ્ટમ્સ અને પ્રોસેસિસના મુદ્દે ઘણું કહી જાય છે. અમે સલામતિની ખાત્રીવાળી વ્યવસ્થા ધરાવીએ છીએ. હું AM/NS ઈન્ડિયાની હજીરા ટીમને સતત સાત વર્ષ સુધી એવોર્ડ હાંસલ કરવા બદલ અભિનંદન આપુ છું.”

સલામતિ, આરોગ્ય, અને પર્યાવરણ અંગેની સંયુક્ત સમિતિ (JCSSI) એ મેનેજમેન્ટ અને ટ્રેડ યુનિયન્સનું પ્રતિનિધિત્વ ધરાવતુ, ખાનગી અને જાહેર ક્ષેત્રની સ્ટીલ કંપનીઓનું નેશનલ લેવલનુ ફોરમ છે. આ સમિતિની રચના સ્ટીલ ઉદ્યોગમાં મુખ્યત્વે મૂલ્યવાન માનવ સ્ત્રોતોની સુરક્ષાના હેતુથી કરવામાં આવી હતી. સલામતિ,આરોગ્ય, અને પર્યાવરણ અંગેની સંયુક્ત સમિતિ (JCSSI) ની રચના કોલસાની ખાણોના ચોકકસ ઓપરેશન ઝોન ચોકકસ સમય દરમ્યાન ઘાતક અકસ્માતોથી મુક્ત રહે તે હેતુથી કરવામાં આવી છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *