અમરનાથ યાત્રા(Amarnath Yatra)ના બાલટાલ(Baltal) રૂટ પર ગુરુવાર અને શુક્રવારની મધ્યમાં રાત્રે, ભૂસ્ખલન(Landslides) અને મજબૂત પાણીના પ્રવાહને કારણે ધોવાઇ ગયેલા બે પુલને સેના દ્વારા થોડાક જ સમયમાં ફરીથી બનાવવામાં આવ્યા હતા. સેનાએ રાતોરાત આ પુલોને ફરીથી બનાવ્યા. ભારતીય સેના(Indian Army)ની ચિનાર કોર્પ્સે(Chinar Corps) 30 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રાની સુરક્ષા અને સરળ કામગીરી માટે વહીવટીતંત્રને મદદ કરી રહી છે.
#WATCH J&K | Two bridges near Brarimarg on Baltal Axis damaged by landslides were restored by Chinar Corps which reconstructed the bridges overnight for the resumption of route for Amarnath Yatra pilgrims (02.07)
(Source: Indian Army) pic.twitter.com/dDIjvXsW6d
— ANI (@ANI) July 2, 2022
કહેવાય છે કે, તાપમાનમાં અચાનક વધારો થતાં ભૂસ્ખલન થયું હતું અને તેના કારણે પુલ ધોવાઈ ગયા હતા. જેના કારણે બાલટાલ રોડ પર કાલીમાતા પાસેનો રસ્તો બંધ થઈ ગયો હતો.
ચિનાર કોર્પ્સે ટ્વીટ કર્યું, “બાલટાલ એક્સિસ પર બ્રારીમાર્ગ પાસેના બે પુલ 1લી જુલાઈએ ભૂસ્ખલનથી ક્ષતિગ્રસ્ત થયા હતા. ચિનાર કોર્પ્સે રૂટને પુનઃપ્રારંભ કરવા અને મુસાફરોને ચાર કલાકથી વધુ આમ તેમ ફરવું એના માટે સામગ્રી તૈયાર કરી છે.
જ્યારે પુલ ધોવાઈ ગયો ત્યારે સ્થાનિક પ્રશાસને ચિનાર કોર્પ્સની મદદ માંગી હતી. તેના પર ચિનાર કોર્પ્સના કિલો ફોર્સે તરત જ પ્રયાસો શરૂ કર્યા. સેનાએ એન્જિનિયર રેજિમેન્ટના બ્રિજિંગ સ્ટોર્સ સાથે હેલિકોપ્ટર, ખચ્ચર, પોર્ટર્સમાંથી જરૂરી વસ્તુઓ એકત્રિત કરી. ટેકનિકલ નિષ્ણાતોએ પણ મદદ કરી અને પુલને ફરી તૈયાર કરવામાં આવ્યા.
સેનાએ કહ્યું, “સમયમર્યાદામાં, ચિનાર કોર્પ્સની 13 એન્જીનિયર રેજીમેન્ટે ખરાબ હવામાન અને અંધકાર હોવા છતાં રાતોરાત નવો પુલ બનાવ્યો. આનાથી યાત્રા કોઈપણ અવરોધ વિના ચાલુ રહી શકી અને યાત્રાળુઓમાં સુરક્ષાની ભાવના પેદા થઈ.”
અમરનાથ ભગવાન શિવનું ગુફા મંદિર છે જે 3,880 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ વખતે આતંકવાદી ખતરા વચ્ચે બે વર્ષના અંતરાલ બાદ અમરનાથ યાત્રા શરૂ થઈ છે. સુરક્ષા માટે, સુરક્ષા દળો વિસ્ફોટકો શોધવા તેમજ અન્ય કાર્યો માટે તૈનાત છે. આ સાથે સંવેદનશીલ સ્થળોએ 200 શક્તિશાળી બુલેટપ્રુફ વાહનો રાખવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.