સુરત(ગુજરાત): આજકાલ સુરતમાંથી અસામાજિક તત્વોની દાદાગીરીના કિસ્સા ઘણા સામે આવી રહ્યા છે. આ દરમિયાન અમરોલીમાં એક માથાભારે ભરવાડે પાડોશીની દસ્તાવેજવાળી મિલકતમાંથી ભાડુઆતને બહાર કાઢી મકાનને તાળું મારી દેતા પોલીસ દ્વારા 4 દિવસ પછી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
સરકારી જગ્યા ઉપર બાંધેલા મકાન-દુકાન પાલિકા દ્વારા તોડી પાડવા પાછળ પાડોશીની અરજી જવાબદાર હોવાની આશંકામાં ભરવાડે મકાન પચાવી પાડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ફરિયાદમાં જણાવાયું છે કે, નુકશાન પેટે ભરવાડે મકાન માલિક પાસે રૂપિયા 30 લાખની માગણી પણ કરી હતી.
આ અંગે અશોકકુમાર ઓમ પ્રકાશ અગ્રવાલ (કરીયાણાની દુકાનના માલિક)એ જણાવ્યું હતું કે, તેઓ રાજસ્થાનના વતની છે. વર્ષ 2013માં તેમણે અમરોલી રિલાયન્સ નગરમાં એક મકાન ખરીદ્યું હતું. પિતા અને પત્ની-બાળકો સાથે રહેતા અશોકભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2017-18માં તેઓ વેપારને લઈ જહાંગીરપુરા શ્રીધર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા. આ દરમિયાન અમરોલીનું મકાન ભાડા પર આપી થોડો આર્થિક ખર્ચ કાઢી લેતા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, એક અઠવાડિયા પહેલા પાડોશી રામજી ભરવાડે ભાડુઆતનો સામાન બહાર ફેંકી મકાનને તાળું મારી દઈ આખું મકાન પચાવી પાડ્યું હતું. આ બાબતની જાણ થતાં હું રામજી ભરવાડને મળવા ગયો હતો. ત્યારે તેને ધમકી આપી હતી કે, જો મકાનની ચાવી જોઈતી હોય તો 30 લાખ આપવા પડશે એમ કહી જો ફરિયાદ કરી છે તો આખા પરિવાર સાથે જાનથી મારી નાખશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લગભગ એક મહિના પહેલા પાલિકાની ટીમ પર પણ આજ રામજી ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સરકારી જગ્યા પર મકાન અને દુકાન બાંધી દીધી હોવાની અરજી બાદ પાલિકાની ટીમ ગેર કાયદેસર મિલકત તોડવા આપી હતી. ભરવાડના હુમલામાં એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, ભરવાડના ગેરકાયદે મકાનને તોડી પડાયા બાદ અમે (અશોક અગ્રવાલ) અરજી કરી હોવાથી પાલિકા મકાન-દુકાન તોડી ગઈ હોવાની આશંકામાં રામજી ભરવાડે અમારું મકાન પચાવી પાડ્યું છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપ્યાના ચાર દિવસ બાદ એટલે કે રવિવારે રાત્રે પોલીસ દાવર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.