લોકડાઉન વચ્ચે ભારતમાં આ વિદેશી કંપની 50,000 લોકોને નોકરી આપશે – જાણો વધુ

વિશ્વમાં ફેલાયેલ કોરોના મહામારીથી દેશ સતત મુક્ત થવાના પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે એમેઝોન ઇન્ડિયાએ લોકોને આવશ્યક સેવા ઘર સુધી પહોંચાડવા માટે જરૂરીયાતના આધારે 50000 લોકોને હાલના ધોરણે નોકરી આપવાની જાહેરાત કરી છે. જેથી લોકો પોતાના ધરથી બહાર નીકળ્યા વગર જ પોતાના પરિવાર માટે જરૂરી વસ્તુઓ મંગાવી શકે.

એમેઝોન ઇન્ડિયાએ શુક્રવારે પોતાની સેવા પર નિર્ભર લોકોની વધતી માગને ધ્યાનમાં રાખી તેને પહોચી વળવા માટે જરૂરીયાતના આધારે લગભગ 50000 કર્મચારીઓની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. આ નિમણૂક એવા લોકો માટે કરવામાં આવશે જે લોકો ભીડમાં જવાનું પસંદ કરતા નથી. નવી નિમણૂક ફુલફિલમેન્ટ સેન્ટર્સ અને ડિલિવરી નેટવર્કમાં કરવામાં આવશે.

એમેઝોને જણાવ્યું છે કે, તેણે પોતાના કર્મચારીઓની સુરક્ષા માટે પણ કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જેમાં માસ્ક પહેરવું, તાપમાનની તપાસ, સ્વચ્છતા પર વધારે ધ્યાન આપવા, વારંવાર ઉપયોગમાં આવતી વસ્તુઓનું નિયમિત સેનિટાઇઝેશન કરવું, હાથ ધોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી સામેલ છે.

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ એવા અખિલ સકસેના

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ એવા અખિલ સકસેનાએ જણાવ્યું છે કે, કોરોના મહામારીથી એક વસ્તુ શીખી છે કે એમેઝોન અને ઇ કોમર્સ પોતાના ગ્રાહકો, નાના વ્યવસાયો અને દેશ માટે કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે. અમે આ જવાબદારીને ગંભીરતાથી લીધી છે અને આ મુશ્કેલ સમયમાં નાના અને અન્ય વ્યવસાયોને અમારા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અમારી ટીમ જે કાર્ય કરી રહી છે તેના ઉપર અમને ગૌરવ છે.

તેમણે જણાવ્યું હતું કે, અમે સમગ્ર ભારતમાં ગ્રાહકોને તેમની જરૂરીયાત મુજબ વસ્તુઓે પૂરી પાડવામાં મદદ કરવાનું ચાલુ રાખવા માગીએ છીએ જેથી સામાજિત અંતરનું પાલન થઇ શકે. જેના માટે અમે અમારા ફુલફિલમેન્ટ અને ડિલિવરી નેટવર્કમાં લગભગ 50000 સીઝનલ એસોસિએટ્સ માટે નોકરીની તકોનું સર્જન કરી રહ્યાં છે. આનાથી મહામારી દરમિયાન લોકોને કામ મળશે અને કામ માટે એક સુરક્ષિત વાતાવરણ પણ ઉભું થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *