Amazonમાં કામ કરતી મહિલાને નોકરીમાંથી કાઢી મુકાઈ- કારણ જાણીને ચોંકી ઉઠશો

હાલમાં મોટાભાગના લોકો ઓનલાઇન ખરીદી કરતા થયા છે ત્યારે આ ક્ષેત્રે Amazon કંપનીઈ ખાસ્સું એવું નામ કમાઈ લીધું છે. 90% લોકો આ કંપનીમાંથી જ લોકો જે-તે ચીજવસ્તુની ખરીદી કરતા હોય છે ત્યારે હાલમાં એક ખુબ આશ્વર્યજનક સમાચાર સામે આવ્યા છે.

Amazon પોતાના કર્મચારીઓ પ્રત્યે ખૂબ સ્ટ્રિક્ટ રહે છે. હાલમાં એક એવી એક ઘટના સામે આવી છે કે,  જેને વાંચીને તમને ખુબ આશ્વર્ય થશે. Amazon કંપનીએ પોતાની એક મહિલા કર્મચારીને વારંવાર ટોઈલેટ જવાને લીધે નોકરીમાંથી કાઢી મુકવામાં આવી છે.

Amazonએ આપ્યો 5 દિવસનો સમય:
એક મહિલાએ કથિત રીતે ઘણીવાર લૂ બ્રેક પર જવાને લઈ નોકરી પરથી કાઢી મુકવાને લીધે Amazon વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. મહિલાનું માનવું છે કે, તે ઈરિટેબલ બોવેલ સિંડ્રોમથી પીડિત છે. આની માટે એને દિવસમાં ઘણીવાર બાથરૂમ જવુ પડતું હોય છે. મહિલાએ જ્યારે પોતાની સમસ્યા જણાવી ત્યારે તેને ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવાનું કહ્યું હતું.

ડોક્ટરનું સર્ટિફિકેટ ન મળતા જોબમાંથી કાઢી મુકી: 
Amazonના વેર હાઉસમાં કામ કરતી મારિયા જેનાઈટ ઓલિવરોને એમેઝોન દ્વારા ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો હતો પણ તેને સર્ટિફિકેટ લાવવામાં સમય લાગતા કંપની દ્વારા મહિલાને જોબમાંથી કાઢી મુકવામાં આવી હતી. મહિલાનું જણાવવું છે કે, તેને 6 દિવસ સુધી ડોક્ટરની કોઈ અપોઈન્ટમેન્ટ મળી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *