22 શ્રદ્ધાળુઓને મોતના મુખમાં ધકેલનાર ડ્રાઈવરનો બેદરકારી ભર્યો વીડિયો થયો વાયરલ

અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે સર્જાયેલા અકસ્માતમાં 22 જેટલા શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા હતા. ઓવરસ્પીડમાં ગાડી ચલાવીને એક્સિડન્ટ સર્જનાર આ બસના ડ્રાઈવર સામે ગઈકાલે માનવવધનો ગુનો નોંધાયો હતો. ત્યારે આજે બસના ચાલક મુનીર વોરાનો વાઈરલ થયેલો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મુનીર બસ ચલાવતી વખતે એક હાથથી વીડિયો બનાવી રહ્યો છે. આ વીડિયો સાબિત કરે છે કે, ડ્રાઇવરની બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત થયો છે. હાલ ડ્રાઇવર અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ વીડિયોમાં સાફ-સાફ દેખાય છે કે, બસનો ડ્રાઈવર મુનીર કેટલો બેદરકારી પૂર્વક ગાડી ચલાવી રહ્યો છે. એક બાજુ તે ઓવરલોડેડ મુસાફરો સાથે નીકળ્યો હતો, અને બીજી બાજુ તેણે ચાલુ બસમાં પોતાનો વીડિયો પણ ઉતારી રહ્યો છે. દાંતા પોલીસે ડ્રાઈવરના આ વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ત્રિશુલીયા ઘાટ પાસે વળાંકવાળો રસ્તો હોવા છતા ડ્રાઈવરે પોતાની સ્પીડ ઘટાડી ન હતી.

એક્સિડન્ટ થયાના અમુક કલાક પહેલા વીડિયો બનાવ્યો હતો

દાંતા પોલીસે વાઇરલ થયેલા વીડિયોની તપાસ કરી હતી. ત્યાર બાદ મીડિયાને જણાવ્યું કે, ડ્રાઈવર મુનીર વોરાએ હિંમતનગર ઈડર રોડ પર ચાલુ બસે વીડિયો બનાવ્યો હતો. તેણે આ વીડિયો એક્સિડન્ટ પહેલા સ્ટેટસમાં મૂક્યો હતો. અકસ્માત થયો તેના 5 કલાક અગાઉ જ મુનીરે આ વીડિયો લીધો હતો. અને જ્યારે ત્રિશુલીયા ઘાટ પર અકસ્માત થયો તે સમયે ખુબ વરસાદ હતો.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના પ્રવાસીઓ તારીખ 30.9.2019ને સોમવારના રોજ સાંજે લકઝરી બસમાં અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માના દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બસ જ્યારે ત્રિશુળિયા ઘાટ પાસેના અત્યંત ભયજનક હનુમાન મંદિર પાસેના વળાંકમાં યુ ટર્ન લઈ રહી હતી ત્યારે ઓવર સ્પીડ અને વરસાદને લીધે પાછલું વ્હિલ અધ્ધર થઇ જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી થઇ ગઇ હતી. 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર જીજે-1 એઝેડ 9795 સોમવારે 21 મુસાફરોના મોતનું કારણ બની હતી. આમ, આ સમગ્ર કેસમાં ડ્રાઈવરની લાપરવાહી સામે આવી છે. ખાનગી બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડ્રાઈવર સામે IPCની કલમ 304 મુજબ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *