એક અનોખા લગ્ન: વરરાજા ખરા… વરઘોડો પણ ખરો… જમણવાર પણ ખરો… પણ કન્યા જ નહિ… નવાઈ લાગશે

તમારામાં કોઈ વ્યક્તિ પ્રત્યે ઉમદા ભાવ હોય તો તેની ગમે તેવી અઘરી ઇચ્છા પણ પૂરી કરવી સરળ બની જાય છે. માનસિક રીતે અસ્વસ્થ એવા હિંમતનગરના ચાંપલાનાર ગામમાં 23 વર્ષના અજય બારોટ ઉર્ફે પોપટનાં ઘડીયાં લગ્ન લેવાયાં છે અને આ લગ્ન અનેક રીતે ખાસ છે.

આવા જ એક અનોખા લગ્ન થયા સાબરકાંઠા જીલ્લામાં….જ્યાં આખું ગામ કન્યા વિનાના અનોખા લગ્ન સમારોહમાં જોડાયું…નાચ્યું…ગાયું અને મોજ પણ કરી….

લગ્નના ઢોલ ધબૂક્યા…..મંગલ ગીતો ગવાયા..જાનૈયાઓ મન મુકીને નાચ્યા….વરરાજા પણ ઘોડા પર સવાર થઈને નીકળ્યા…પરંતુ આ લગ્ન માત્ર વરઘોડા સુધી જ સીમિત છે…એનાથી આગળની લગ્ન વિધિ આ વરરાજાના નસીબમાં નથી… હા, ઘોડા પર ચડી વાજતે – ગાજતે લગ્ન કરવા નીકળેલો આ યુવાન મંદબુધ્ધીનો છે…. હિમતનગર તાલુકાના ચાંપલાનાર ગામનો અજય ઉર્ફે પોપટ બાળપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે…ત્યારે તેની બાળપણથી જ ઈચ્છા હતી કે તેનો વરઘોડો નીકળે…..

ચાંપલાના ગામમાં ગમે તેનુંલગ્ન હોય…કે પછી હોય નવરાત્રી….નાચવામાં અજય પાછો ના પડે…બીજાના લગ્નના વરઘોડા જોઇને અજય હમેશા પોતાના પરિવારજનોને પૂછતો કે એના લગ્ન ક્યારે.???? અને આ સવાલ સાંભળી એના પિતા અને સાવકી હોવા છતાં પોતાની સગી માતા કરતા સવિશેષ માતાની આંખમાં આંસુ આવી જતા….છેલ્લે અજયના મામા આગળ આવ્યા અને ગોઠવાયો લગ્ન સમારોહ..

અજયના નસીબમાં લગ્ન ન હતા… છતાં તેના લગ્ન લેવાયા…કંકોત્રી છપાઈ…લગ્નના વધામણા કરાયા…અને અજયનાં વરઘોડાની મનોઈચ્છા પૂર્ણ કરવા શુક્રવારનો દિવસ નક્કી થયો… તો ભાઈના લગ્નમાં તેની બહેનો પણ મ્હાલી…નાચી,..અને અનેકો આશીર્વાદ પણ તેમણે ભાઈને દીધા….

માનસિક રીતે દિવ્યાંગ લોકોના નસીબમાં લગ્ન નથી હોતા…તેમના પણ મનમાં લગ્નનાં ઓરતા હોય છે… ત્યારે અજય આ બાબતે નસીબદાર રહ્યો….તેના ઓરતા પરિવારે વાસ્તવિકતામાં પલટી નાખ્યા..જેથી ભલે લગ્નમાં કન્યા ના હતો.. લગ્નનો હરખ અજયના ચહેરા પર ઝળકી રહ્યો હતો…..

આ લગ્નનાં આયોજન અને લગભગ 700થી 1000 લોકોના જમણવારમાં વિષ્ણુભાઇએ લગભગ એક લાખનો ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે.

અજયના પિતા કહે છે, “તેને બાળપણથી જ ગરબા રમવાનો અને નાચવા-ગાવાનો ખૂબ જ શોખ છે. તે નવરાત્રિમાં ગરબા વાગતા બંધ થાય ત્યાં સુધી ગરબા રમે છે. ગામમાં કોઈ પણ લગ્ન હોય તો એ ફુલેકામાં નાચ્યા વિના ના રહે.” “તેનું શરીર હવે ભારે થઈ ગયું છે, તો અમને એ થાકી જશે કે બીમાર પડશે એવી ચિંતા થાય. તેથી અમે તેને રોકવાના પ્રયત્ન કરીએ છતાં તે નાચવાનું છોડે નહીં.”

અજયના કાકા કમલેશભાઈ બારોટ જણાવે છે, “બે મહિના પહેલાં મારા દીકરાના લગ્ન હતા, ત્યારે તેણે મને કહેલું કે કાકા મારા લગ્ન ક્યારે. હવે આ સ્થિતિમાં તેના લગ્ન કરવા તો શક્ય નહોતા પણ અમારે તેની ઇચ્છા પૂરી કરવી હતી, તેથી અમે આ બીડું ઝડપ્યું.” “મેં આ પ્રસંગની આગેવાની લીધી. અમે ત્રણ-ચાર દિવસમાં જ આ સમગ્ર આયોજન કર્યું. મારી ઇચ્છા તો એવી હતી કે વિવિધ સંસ્થાઓના મૅન્ટલી ચેલેન્જ્ડ છોકરાઓને પણ આમંત્રણ આપીએ એ લોકો પણ આ લગ્નને માણે, પણ વેકેશનના કારણે એ શક્ય ન બન્યું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *