અંબાલાલની ભારે પવન સાથે ધમધોકાર વરસાદની આગાહી: આ તારીખો દરમ્યાન ગુજરાતના અનેક વિસ્તારો થશે જળબંબાકાર

Ambalal Patel Predicted Rain: છેલ્લાં કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે. મોટાભાગના જિલ્લામાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે(Ambalal Patel Predicted Rain) આગામી 72 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે. એટલું જ નહીં આ વરસાદ વિનાશ નોંતરી શકે છે.

અતિભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, “હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વસાદ થવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહશે. જેમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.”

રાજ્યના ભાગોમાં વિજળી થવાની શક્યતા
તેમણે વધુમાં કહ્યું કે, “આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યાતા રહેશે. 6 તારીખે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ બંગાળના ઉપસાગરમાં તારીખ 6 જુલાઈ અને 8 જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી તારીખ 8થી 16 તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે. જ્યારે અષાઢી પાંચમે રાજ્યના ભાગોમાં વિજળી થવાની શક્યતા રહેશે.”

અષાઢી બીજે વાદળો છવાયેલા રહેશે
અંતમાં અંબાલાલ પટેલે કહ્યું કે, “રાજ્યમાં અષાઢી બીજે વાદળો છવાયેલા રહેશે અને છાંટા પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાદળો રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અષાડી બીજે અમી છાંટણા થવાની શક્યતા છે અને અમદાવાદમાં કદાચ અમી છાંટણા થવાની શક્યતા છે.”

અરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે
હવામાન વિભાગ પણ પોતાનું અનુમાન લગાવી રહ્યું છે. આવતીકાલથી ગુજરાતમાં સ્થિતિ વણસી શકે છે. કારણકે, આ વખતે સામાન્ય વરસાદ નહીં થાય. આ વખતનો વરસાદ વિનાશ નોંતરીને જ જશે. જે પ્રમાણે અરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ જોતા કંઈક આવું જ અનુમાન હાલ સામે આવી રહ્યું છે. ગુજરાત માટે આ અનુમાન સારી બાબત નથી. એટલે હાલ સ્થિતિ એવી છેકે, જે થવાનું છે એ કહેવું કહે નહીં નિષ્ણાતો પણ એવી જ અવઢવમાં છે.