ગુજરાતમાં ગાંડોતુર થશે વરસાદ! વાવાઝોડા સાથે આ જીલ્લાઓ પર તૂટી પડશે મેઘરાજા

Ambalal Patel Forecast, Threat of Cyclone: ગુજરાત રાજ્ય પર અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અંબાલાલ પટેલ (Ambalal Patel Forecast) દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, તારીખ 7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડા (Threat of Cyclone) માં પરિવર્તિત થશે તેવી સંભાવના છે. ત્યાર બાદ તારીખ 12 જૂન થી 14 જૂન સુધીમાં ગુજરાત રાજ્યમાં વાવાઝોડાની શક્યતા (Chance of storm in Gujarat) વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે 13 જૂને વરસાદ પડી શકે તેવી સંભાવના છે, તો દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ છે. આગામી તારીખ 12 જૂન થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 7 જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે. 

વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતનાં દરિયા કિનારાની નજીક તારીખ 13 જૂનની આસપાસ વાવાઝોડાનો ખતરો રહેલો છે. વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો તે પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં તારીખ 7 જૂન થી 11 જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવી શકે તેવી સંભાવના છે, ત્યારે ગુજરાત રાજ્યમાં તારીખ 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં અવી છે.

12 ઈંચથી વધુ વરસાદની શક્યતાઓ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વ્યક્ત કરવામાં અવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચથી વધુ વરસાદ પડશે અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસશે તેવી સંભાવના છે. ગુજરાત રાજ્યમાં તારીખ  15 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *