સાતમ-આઠમે ધડબડાટી બોલાવશે મેઘરાજા, આ વિસ્તારમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

ગુજરાત(Gujarat): રાજ્યમાં આજે અને 2 દિવસ ભારે વરસાદની આગાહી(Rain forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા બનાસકાંઠા, પાટણ, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ(Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ શહેરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ તહેવારો પછી વરસાદનું જોર ઘટશે.

હાલમાં લો પ્રેશર દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થતા વરસાદની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. બે દિવસ બાદ ફરી લો પ્રેશર બનવવાની શક્યતાઓ છે. લો પ્રેશર બનશે તો ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના પણ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી:
ગુજરાતમાં હાલ અલગ-અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અગાઉ કરવામાં આવેલ તમામ આગાહી મોટાભાગે સાચી ઠરવા પામી છે. બંગાળની ખાડીમાં હાલ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવે જન્માષ્ટમીના દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં રૂપાંતરિત થશે અને જે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ખાબકી શકે તેમ છે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા એક મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. જેમાં સાતમ, આઠમ અને જન્માષ્ટમીના દિવસોમાં તારીખ 17 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ વચ્ચે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમ જે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે, આ દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે. ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *