અંબાલાલ પટેલે કરી આગાહી: ગુજરાતમાં ચોમાસાની ઘાતક એન્ટ્રી, ભારે પવન સાથે અનેક જગ્યાએ આવશે ધોધમાર વરસાદ

Predictions of Ambalal Patel: ગુજરાતમાં ચોમાસું બેઠા પછી ક્યાંક-ક્યાંક છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. લોકો ગરમીથી છુટકારો મેળવવા અને ખેડૂતો પણ વાવણી કરવા માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 17થી 22 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થશે. તો બીજી તરફ પૂર્વ આફ્રિકામાંથી ભારત(Predictions of Ambalal Patel) પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે. જેની અસર ગુજરાતમાં પણ થશે અને આ પવનને લીધે ઝાડની મકાનના છાપરા પણ ઉડી જશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

14 જૂન 2024ની આગાહી
બીજી તરફ આજે 14 જૂન 2024ના દિવસે ગુજરાતના અમદાવાદ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે.

15 જૂન 2024ની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે આવતી કાલે 15 જૂન 2024ના રોજ મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ પડશે.

અમુક જગ્યાએ ભારે આંધી વંટોળ સાથે થશે વરસાદ
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, “દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવ્યા પછી ચોમાસું સ્થગિત થવામાં છે. આથી ખેડૂત ભાઈઓ ચિંતામાં મૂકાયા છે. પરંતુ તારીખ 17થી 22માં દક્ષિણ ગોળાર્ધથી ભૂમધ્યસાગર પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે. તારીખ 17થી 22માં આ પવનની ગતિ ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં ભારે આંધી વંટોળ સાથે ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે.”

ઝાડની ડાળો વળી જાય એવો પવન ફૂંકાશે
“આ આંધીવંટોળનું પ્રમાણ તારીખ 18થી 22 સુધીમાં મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને સિંધના ભાગોમાં પવન ગતિ વધુ રહેશે. એ જ પવનની ગતિ પવનના સપાટા જમીન પર પડેલી વસ્તુને ફંગોળી શકે છે. ઝાડની ડાળો વળી જાય એવો પવન ફૂંકાશે તથા કાચા મકાનના છાપરા ઉડી જાય એવો પવન હશે. અત્યારે હાલ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તારીખ 17મીથી ચોમાસું સક્રિય થશે. 17થી 22માં ગુજરાતન ઘણાં ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 22થી 25 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ખેડૂતો માટે ચિંતા કરવા જેવું નથી. તારીખ 17મીથી ચોમાસું સક્રિય થશે અને આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ અને ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે.”

ગુજરાતમાં બે દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી
તો બીજી તરફ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં બે દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજકોટ જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.