Ambalal Patel prediction: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં રચાયેલ ડીપ ડિપ્રેશન શુક્રવારે બપોરે ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કર્યું છે. આ વાવાઝોડાને ‘ફેંગલ’ નામ આપવામાં આવ્યું છે. 2024 ની વિદાયનો સમય આવી ગયો છે, અને ફરી એકવાર વિદાય લેતુ વાવાઝોડું (Ambalal Patel prediction) દેશના દરિયા કિનારે ત્રાટક્યું છે. આ ફેંગલ વાવાઝોડાની તમિલનાડુના દરિયાકાંઠે અસર શરૂ થઈ ગઈ છે, ભારે પવન સાથે મોજા ઉછળી રહ્યા છે, તો બીજી બાજુ હવામાન વિભાગે મોટું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે કરી આ આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત ફેંગલ શનિવાર સાંજ સુધીમાં તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. ત્યારે તમિલનાડુમાં ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં ડાંગરના પાકને નુકસાન થયું છે. આ વાવાઝોડું બહુ મોટી અસર કરી જશે.
એક-બે નહિ અનેક રાજ્યોને આ વાવાઝોડાની અસર જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવશે તો કેટલાક વિસ્તારોમાં ઠંડીનું તોફાન આવશે. ત્યારે ફેંગલ વાવાઝોડાની ગુજરાતને શું અસર થશે, આ વાવાઝોડું ક્યારે ત્રાટકશે અને કેટલી ગતિથી ત્રાટકશે તેના તમામ અપડેટ હવામાન વિભાગે આપી દીધા છે.
30 નવેમ્બર સુધી દરિયામાં જવાનું ટાળવા વિનંતી
IMD એ તમિલનાડુના માછીમારો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં તેમને 30 નવેમ્બર સુધી દરિયામાં જવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે. અધિકારીઓએ નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા અને સુરક્ષા સલાહોનું પાલન કરવાની અપીલ કરી છે. સમગ્ર તમિલનાડુમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચક્રવાતી તોફાન ફેંગલ શનિવારે બપોરે પુડુચેરી નજીક પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અહીંના લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી આ આગાહી
અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App