ધાબળા કે સ્વેટર મૂકી ના દેતા: હજુ તો હાડ ધ્રુજાવતી ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની બીજી આગાહી

Ambalal Patel predicts: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ખેડૂતો રાજી થાય તેવી આગાહી કરવામાં આવી છે. એટલે રાજ્યનું હવામાન આગામી 5 દિવસ દરમિયાન સૂકું (Ambalal Patel predicts) રહેવાની સંભાવનાઓ છે. આ તારીખોમાં માવઠા કે કમોસમી વરસાદની શક્યતાઓ નથી. અમદાવાદ તથા ગાંધીનગરમાં આજે પણ શુક્રવારની જેમ તાપમાન યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગએ વ્યક્ત કરી છે.

માવઠા કે વરસાદની કોઈ સંભવાનાઓ નથી
હવામાન વિભાગે જણાવ્યું કે,આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. આગામી 5 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ નથી. આ સાથે હવામાન વિભાગ દ્વારા માવઠા કે વરસાદની કોઈ સંભવાનાઓ વ્યક્ત કરી નથી.

લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી
હવામાન વિભાગે જણાવ્યું કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 13.2 ડિગ્રી નોંધાયું છે. આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં શુક્રવારની જેમ જ લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે રાજ્યના હવામાનમાં મોટા ફેરફારોની સંભાવનાઓ નથી.

નલિયામાં લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનો ફુંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સવારે સામાન્ય ગરમી અને રાત્રે હજુ પણ ગુજરાતના મોટાભાગના ભાગોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

ક્યારથી ગરમીની થશે શરૂઆત?
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના સમયે ઠંડીના ચમકારાનો અનુભવ થશે. 28 જાન્યુઆરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં કમાસમી વરસાદ, કરા, મેઘ ગર્જના થઈ શકે છે. ફેબ્રુઆરી શરૂઆત સુધીમાં બંગાળના ઉપસાગરમાં લૉ પ્રેશર સર્જાતા ઉપ સાગરના ભેજ અને અરબી સમદ્રના ભેજના કારણે મહારાષ્ટ્ર, ગોવામાં કમોસમી વરસાદ પડશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઉનાળાની અસર જોવા મળશે. ગરમીનું પ્રમાણ વધશે પરંત 15 ફેબ્રુઆરી આસપાસ હવામાનમાં પલટો આવશે. 19 ફેબ્રુઆરીથી ફરી ગરમી વધવા લાગશે.