અંબાલાલ પટેલે કરી ભેજવાળી આગાહી: 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડી વધશે

Gujarat Cold Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી 5 દિવસે તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. તાપમાનમાં 1-2 ડિગ્રીની વધ-ઘટ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ઠંડીનો (Gujarat Cold Forecast) અનુભવ થાય તેવી શક્યતા છે. તાપમાન વધવા છતા પવનના લીધે ઠંડી વર્તાશે.

છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.હાલ જે ઠંડી પડી રહી છે તેમાં 17 અને 18 ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળશે. ત્યાર બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે. 18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે.પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ સમય દરમિયાન છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે.

તાપમાનનો પારો ગગડ્યો
છેલ્લા 24 કલાકમાં નલિયાનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું છે. નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમરેલીમાં 9.6, મહુવામાં 10.9 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, પોરબંદર અને વડોદરામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધ્યું હોય તેવું આંકડાઓમાં દેખાઈ રહ્યું છે.

માઉન્ટ આબૂમાં બરફની ચાદર પથરાઈ
ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશનની વાત કરીએ તો માઉન્ટ આબુમાં તાપમાન ફરીથી બે ડિગ્રી નીચે રહ્યું છે. અરવલ્લીના સર્વોચ્ચ શિખર ગુરુ શિખર ખાતે આજે પણ માઉન્ટ આબુમાં ઘણા સ્થળોએ બરફની ચાદર છવાઈ છે. પર્યટકો હાલ ત્યાં ઠંડીની મજા માણી રહ્યા છે.

અંબાલાલ પટેલે કરી આગાહી
ગુજરાતના હવામાન અંગે નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું હતું કે, “ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન વધી શકે છે. મંગળવારથી એટલે 17થી 26 ડિસેમ્બરમાં દિવસના ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 26થી 28 ડિગ્રી આસપાસ, મધ્ય ગુજરાતમાં 28થી 30 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 28થી 31 ડિગ્રી, સૌરાષ્ટ્રના ભાગમાં 26થી 30 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. કચ્છમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે.”