અગામી પાંચ દિવસ ફૂંકાશે ભારે પવન: અમદાવાદ સહિત આ 4 જિલ્લામાં છે મોટો ખતરો, અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી

Prediction by Ambalal Patel: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પવનની ગતિમાં દિવસેને દિવસે વધારો જોવા રહ્યો છે. આ પવનની ગતિનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ રેમલ વાવાઝોડું માનવામાં આવે છે. તેની અસર હવે ગુજરાતમાં જોવા મળી રહ્યી છે. બાંગ્લાદેશ અને કોલકાતાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ટકરાયું હતું. જેને કારણે આ વિસ્તારોમાં (Prediction by Ambalal Patel) વરસાદ અને તોફાની પવનોએ તબાહી મચાવી દીધી હતી.

બીજી બાજુ ચોમાસુ નજીક આવી રહ્યું છે અને ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, છેલ્લા બે દિવસથી ગુજરાતના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલ અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ પડવાની છાપરા ઉડાડે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવે ક્યારે ગુજરાતમાં વરસાદ આવશે તેની હાલ રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહ્યી છે. આજથી ગુજરાતના વાતાવરણમાંએક મોટો ફેરફાર જોવા મળશે. ભારે આંધીવંટોળ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી, આંધીવંટોળ વધુ રહેશે. અમદાવાદમાં પણ આંધીવંટોળનું પ્રમાણ રહી શકે છે. તારીખ 6 જૂન સુધીમાં આંચકાનો પવન 25-30 km, જ્યારે 40 km ની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે.

અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે કે આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી દેખાઈ રહી છે. હજુ આવનાર દિવસોમાં એટલે કે ચાર જૂન સુધી પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે તો ગુજરાતના આ ચાર જેટલા જિલ્લાઓમાં આંધી વંટોળ અને તોફાની પવન સાથે તબાહી મચાવે તેવો વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદ માટે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, તારીખ 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આરબસાગરમાં 8 જૂનથી હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા જોવા મળી રહી છે. 8 જૂને અરબસાગરમાં હવાનું ફેરબદલ થતા દરિયામાં કરંટ જોવા મળશે. રાજ્યમાં ભારે પવન ફૂંકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસુ શરુ થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.