હવામાન વિભાગ દ્વારા અવારનવાર ચોમાસાંમાં અતિભારે વરસાદ તથા શિયાળામાં કડકડતી ઠંડીને લઈ આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક આગાહીને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તરના અતિશય ઠંડા પવનોને લીધે સમગ્ર ગુજરાતમાં આખું હાલમાં ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યું છે ત્યારે નવા વર્ષ દરમિયાન 2-3 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી રહી છે.
આજરોજ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જાન્યુઆરી-2021 (January-2021)ના નવા વર્ષની શરૂઆતમાં ઠંડી (Cold)નો ચમકારો, કમોસમી વરસાદ (Rains) અને હિમ (Him) પડવાના યોગો દેશના કેટલાક ભાગોમાં છે. દિલ્હી, પૂના, ગુજરાત, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, યુપી, કાશ્મીર, આસામ, બંગાળ વગેરે સ્થળોએ કમોસમી વરસાદના યોગો રહે. આ વખતે ઈસુનું નવું વર્ષ તેમજ ફેબ્રુઆરીની શરૂઆતમાં ભારે ફેરફાર થવાના છે. વૈશ્વિક ફેરફાર (Global change) પણ થવાના છે.
હવામાન ખાતાની યાદી પ્રમાણે રાજસ્થાનમાં લો-પ્રેશર સર્જાવાને લીધે ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ગુજરાતમાં 2 દિવસ વરસાદ પડી શકે છે. આ માવઠું મોટાભાગે સાબરકાંઠા તથા દાહોદ જિલ્લામાં જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. બીજી બાજુ માવઠાને લીધે વાદળાની અસરોથી ગુજરાતના અન્ય વિસ્તારોમાં ઠંડીમાં વધારો થવાંની સંભાવના રહેલી છે.
માવઠાની અસરથી ઉત્તર ગુજરાતના શિયાળુ પાકને અસર થઈ શકે :
2-3 જાન્યુઆરીએ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ સાબરકાંઠા તથા દાહોદમાં માવઠું પડશે. આની સાથે જ શિયાળુ પાક પર વિપરીત અસર પડી શકે છે. આ જિલ્લાઓમાં મુખ્યત્વે ઘઉં, કપાસ, ચણા અને અન્ય કઠોળની શિયાળુ પાક તરીકે ખેતી કરવામાં આવે છે. વરસાદ પડશે તો ઘઉંના પાકનો વ્યાપક અસર થવાની ભીતિ રહેલી છે. હવામાન ખવિભાગે કરેલ આગાહી પ્રમાણે 4-5 જાન્યુઆરીએ વાદળછાયું હવામાન રહી શકે છે.
જાન્યુઆરી તા.02-03 રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. પૂર્વીય ગુજરાતના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં અને રાજ્યના અન્ય ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહે. ઉત્તરાયણ પૂર્વે 10 જાન્યુઆરીથી ઠંડી સાથે હવામાનમાં પલટો આવે અને પુનઃ તા.11, 12, 13 જાન્યુઆરીમાં રાજ્યના ભાગોમાં માવઠું થઈ શકે. ઉત્તરાયણ ઉપર ઠંડી પડે.
હજુ ઉત્તરાયણ સુધી ઠંડી યથાવત રહેવાની શક્યતા :
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં હાલમાં ચાલુ રહેલો ઠંડીનો દોર માવઠાને લીધે હવે ઉત્તરાયણ સુધી લંબાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી સરેરાશ મહત્ત્મ તાપમાન 22 ડિગ્રી તથા લઘુતમ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે પણ ઠંડીનું પ્રમાણ ઉત્તરાયણ સુધી જળવાઈ રહે તેવી સંભાવના રહેલી છે.
હવે ટૂંક સમયમાં ઉત્તરાયણ બાદ પણ વારંવાર હવામાનમાં પલટો આવે. તા.17 થી 20 દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થાય. જાન્યુઆરી તા.24થી ઠંડીનો ચમકારો વધે. પોષ માસમાં પણ કમોસમી વરસાદ અને ઠંડીના ચમકારા રહે. વાદળવાયું અને માવઠાનું પ્રમાણ પણ આગામી દિવસોમાં વધી શકે. ફેબ્રુઆરીની શરૂઆતમાં કાતિલ ઠંડી રહે. બનાસકાંઠાના દાંતીવાડા, કચ્છ-નલિયાના ભાગોમાં ન્યુનતમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયશથી પણ નીચું જઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle