અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી: ફરી એકવાર આ તારીખથી મન મૂકીને વરસશે મેઘરાજા

Ambalal Patel Prediction: ગુજરાતમાં વરસાદની ગતિ ફરીથી ધીમી પડી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં માત્ર વરસાદી ઝાપટાં પડ્યા છે. આ દરમિયાન રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ(Ambalal Patel Prediction) દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 21-22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

21 ઓગસ્ટ સુધીમાં વરસાદ પડશે
આ અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઘણાં સમય પછી બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય જોવા મળી રહ્યા છે. અત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર તૈયાર થઇ રહ્યુ છે તે ઓગસ્ટના છેલ્લા વીકમાં વરસાદના રૂપમાં અસર કરવાનું છે.

આ સાથે અરબ સાગરમાં કરંટ છે, રાજસ્થાન અને પાકિસ્તાન પરથી આ સાયક્લોનિક સરક્યુલેશન પસાર થઇ રહ્યુ છે. જેના કારણે 21 ઓગસ્ટ સુધીમાં વરસાદ પડવાનો છે. આ વરસાદ સૌથી વધારે ઉત્તર ગુજરાત, કચ્છના પાકિસ્તાન અને રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં ઘણી અસર જોવા મળશે.

છુટા-છવાયા વરસાદની આગાહી
આગળ હવામાન વિભાગે જણાવ્યું કે, સોરાષ્ટ્રમાં 21મી તારીખ સુધી કોઇ મોટા વરસાદની શક્યતા નથી. પરંતુ અહીં એકંદરે છૂટાછવાયા ઝાપટાં નોંધાતા રહેશે. ખાસ કરીને અમરેલીના દરિયાકિનારાના વિસ્તાર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ઝાપટાંઓ વધારે જોવા મળશે.

અંબાલાલ પટેલે કરી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તેવામાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે અરબ સાગરમાં 20મી ઑગસ્ટે સિસ્ટમ સક્રિય થતાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા કર્ણાટક સુધી વરસાદ લાવી શકે છે. બીજી તરફ, બંગાળના ઉપસાગરમાં 25થી 30 ઑગસ્ટ સુધીમાં સિસ્ટમ સક્રિય થવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળશે.