Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે. બનાસકાંઠા, (Ambalal Patel Forecast) પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ તેમજ મોરબી, આણંદ, હળવદ, કચ્છના કેટલાક ભાગમાં ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે. તેમજ આગામી 14 એપ્રિલ સુધી તાપમાનનો પારો નીચે જઈ શકે છે. તેમજ પવનનું જોર વધુ રહેવાના સંકેત આપ્યા છે.
ચોમાસા અંગે અંબાલાલની આગાહી
આણંદ જિલ્લામાં હજુ પણ બે દિવસ ગરમીનું પ્રમાણ રહેશે. જ્યારે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ગરમીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અંબાલાલ પટેલે કહ્યું કે, વરસાદ વહેલો થશે અને ચોમાસુ સારું રહેવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસુ 2006 અથવા 2007 જેવું જોવા મળી શકે છે. ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે ચોમાસુ 1997 જેવું પણ રહી શકે છે તેમજ ચોમાસુ નબળું રહેવાની શક્યતા નહીંવત છે.
અરબ સાગરમાં ચક્રવાત
બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ભારે વાવાઝોડું થવાની સંભાવના જોવા મળી રહી છે. અરબ સાગરમાં 10 મેથી ચક્રવાત બનવાની શક્યતા રહેશે, જે ચક્રવાત અલગ અલગ ભાગોમાં ફેલાઈ શકે છે.
કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યભરના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છનું હવામાનમાં પલટો આવ્યો છે. આ સાથે જ ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App