Ambalal Patel Predict: ગુજરાતમાં થોડા દિવસના તાપમાનમાં આશિંક ઘટાડા બાદ રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં ફરીથી તાપમાન ગગડ્યું છે. નલિયામાં 10 ડિગ્રી (Ambalal Patel Predict) ઉપર પહોંચેલું તાપમાન ફરીથી 7 ડિગ્રી નજીક આવી ગયું છે. અત્યારે રાજ્યમાં 13-14 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. વહેલી સવારે ધુમ્મસની ચાદરના દ્રશ્યો સર્જાયા છે. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડશે.
આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડશે
માહિતી પ્રમાણે, રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનો એક રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. આજથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. લઘુતમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડાની આગાહી કરવામાં આવી છે. રવિવારે 8 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ઉત્તરાયણ પહેલા રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની સંભવાના છે.
અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે, જાન્યુઆરીમા અરબ સાગરમા લો પ્રેશર બનવા જઈ રહ્યુ છે. આ સિસ્ટમ મજબુત બનશે. અને બંગાળના ઉપસાગરમા પણ લૉ પ્રેશર બનવાની શક્યતા છે.
આગામી 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે. તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7 થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે.
રાજ્યમાં અત્યારે કાતિલ ઠંડીનો ચમકારો યથાવત
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે, અત્યારે કાતિલ ઠંડીથી સમગ્ર ગુજરત ઠુંઠવાયું છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો છે, આ સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. આ શીતલહેરમાં અમદાવાદીઓ પણ ઠુંઠવાયા છે, અમદાવાદમાં દિવસ દરમિયાન પવન ફૂંકાતા અનુભવાયો ઠંડીનો ચમકારો રહેશે. આ ઉપરાંત રાજકોટમાં સતત ત્રીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. રાજ્યના 12 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, હજુ પણ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઇપણ ફેરફાર નહીં થાય.
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ
છેલ્લા 24 કલાકમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે અને લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. રવિવારે રાજકોટનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી, ગાંધીનગર 13, વડોદરા 16.4, ભાવનગર 16.5, ભુજ 13.8, અમરેલીમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી, દાહોદ 13, ડાંગ 14.9, ડીસા 14.8, દ્વારકા 18.6, પોરબંદરમાં 15.2 ડિગ્રી નોંધાયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App