અગામી ત્રણ દિવસ માટે અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી; ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા

Ambalal Patel Rain Forecast: ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત અનેક એવા જિલ્લાઓ પણ છે જ્યાં હજી લોકો સારા વરસાદની રાહ જોઇને બેઠા છે. આ વિસ્તારના લોકોને વરસાદ પડશે જે નહીં એવો સવાલ જ સતાવતો હોય છે. ત્યારે આ દરમિયાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી(Ambalal Patel Rain Forecast) સામે આવી છે.

અંબાલાલે કયા કરી છે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ જગ્યાએ વરસાદની આગાહી કરી છે જેમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ,મહીસાગર, પંચમહાલ,મહેસાણા, પાટણ, ડીસા,અમદાવાદ,ગાંધીનગર,ભરૂચ, આણંદ, નડીયાદ,જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, વલસાડ, તાપી,નવસારી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

ખેડૂતોને આપી અંબાલાલે સલાહ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે,ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં જે પણ ખેડૂત કૃષિ કાર્ય કરશે તો તેમનો પાક પીળો પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે
દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે,ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે.16 થી 22 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થવાની સંભાવના છે.

આ જિલ્લામાં યલો એલર્ટ
અંબાલાલ પટેલે આજની આગાહીમાં એમ પણ જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બની છે. આ બોરો સર્ક્યુલેશન મધ્યપ્રદેશથી ગુજરાત બાજુ એક – બે દિવસમાં આવશે. જેથી 28 થી 30 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની શક્યતા છે.હવામાન વિભગના જણાવ્યા પ્રમાણે, તારીખ 28 જુલાઈના રોજ વડોદરા, છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ છે.

જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ, રાજકોટ, ખેડા, ગાંધીનગર, સાંબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ છે.