Ambalal Patel Prediction: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે,અંબાલાલ પટેલનું માનવું છે કે,આગામી 24 કલાકમાં વાતાવરણમાં (Ambalal Patel Prediction) પલટો આવશે,રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 30 એપ્રિલથી 11 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે,10-11મે એ આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં પડી શકે છે કમોસમી : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે,તો બીજી તરફ ઉત્તર, મધ્ય ગુજરાતમાં વાતાવરણ વધુ પલટવાની આગાહી કરવામાં આવી છે,સૌરાષ્ટ્ર ,કચ્છ અને દ.ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે સાથે સાથે 30 એપ્રિલ બાદ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે
પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન 33 ડિગ્રી સુધી રહી શકે છે તો 27-30 એપ્રિલ દરમિયાન ભારે પવન આંધી વંટોળનું પ્રમાણ રહેશે,તો ૧૪ એપ્રિલથી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે તેમજ 27 એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે અને મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સુધી જઈ શકે છે,મે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યારબાદ વાવાઝોડા સક્રિય થશે.મે માસ માં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સુધી જઈ શકે છે.
કચ્છમાં 40 ડિગ્રી સુધી મહતમ તાપમાન નોંધાશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે એપ્રિલમાં ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.
ગુજરાતના અલગ અલગ ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે.આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો અને ઝડપી પવનોની સાથે સાથે વરસાદ, મેઘ ગર્જના અને સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App