ગુજરાત(Gujarat): હવામાન નિષ્ણાંત (Weather expert) અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા ડરામણી આગાહી (Rain forecast) કરવામાં આવી છે. મે મહિનામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકવાની પણ સંભવાનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 8મેના રોજ ગુજરાતમાં આંધી (storm)ની શક્યતા દર્શાવતા લોકોમાં ભય અને ફફડાટ પણ જોવા મળી રહ્યો છે.
અંબાલાલ પટેલનું કહેવું છે કે, બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભવાનાઓ સેવાઈ રહી છે. દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તો વળી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ખાબકી શકે છે, તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, માર્ચ મહિનામાં જ્યાં ઉનાળાની શરુઆત થતી હોય છે પરંતુ ચોમાસાની શરુઆત થઈ હોય તેવું વાતાવરણ રહ્યું હતું, ગુજરાતમાં ઠેર-ઠેર મધ્યમથી ભારે અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. જો વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં મે મહિનામાં પણ વાતાવરણમાં મોટા પલટાની શક્યતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે વાવાઝોડું આવશે. તો 25 મેથી 10 જૂન વચ્ચે આરબ સાગરમાં વાવાઝોડું આવશે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલે જણાવતા કહ્યું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ ખાબકશે. જો વાત કરવામાં આવે તો 8 જૂને દરીયામાં હલચલ તેજ વધશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.