સુરત ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત ATSએ પકડી પાડ્યું પાકિસ્તાનથી આવેલું કરોડોનું ડ્રગ્સ, થયો મોટો ખુલાસો

Rajkot Jamnagar Heroine Drugs case: ગુજરાતમાંથી (Gujarat) અવાર-નવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથો ઝડપતો હોય છે. ત્યારે ફરી એક વાર ગુજરાતમાંથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો પકડવામાં…

Rajkot Jamnagar Heroine Drugs case: ગુજરાતમાંથી (Gujarat) અવાર-નવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથો ઝડપતો હોય છે. ત્યારે ફરી એક વાર ગુજરાતમાંથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો પકડવામાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડને મોટી સફળતા મળી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને ગુજરાત એટીએસએ (Gujarat ATS) રાજકોટમાંથી 214 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

ગુજરાત એટીએસ (Gujarat ATS) અને કોસ્ટ ગાર્ડને ગુજરાતમાંથી 30.66 કિલો ડ્રગ (Heroin Drug) ઝડપાયું હતું.  રાજકોટ-જામનગર હાઈવે પર સ્થિત ન્યારા ગામ ખાતેથી રૂપિયા 214.62 કરોડનું 30.66 કિલો ડ્રગ (Heroin Drug) ઝડપાયું હતું. જે મામલે આજરોજ ગુજરાત ATS દ્વારા કેટલાક મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે. જેમાં ડ્રગનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે.

ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગતરોજ રાજકોટ નજીકના ન્યારા ગામ ખાતેથી મોટી માત્રામાં ડ્રગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળતા ન્યારામાં શ્રીજી ગૌશાળાની પાછળની તરફ જતા માર્ગે ચેકડેમ નજીક દરોડો કરવામાં આવતા એક પ્લાસ્ટીકનો મીણિયો કોથળો મળી આવ્યો હતો. જેમાં રૂપિયા 214.62 કરોડનું 30.66 કિલો ડ્રગનો છુપાવીને મુકેલો હતો. આ જથ્થાની તપાસ કરતા જથ્થો હેરોઈન ડ્રગ હોવાનું ખુલ્યું હતું. આ મામલે એ.ટી.એસ.એ મૂળ નાઈઝિરીયાન નાગરિક ઓકાયા ઉર્ફે EKWUNIFE MARCY NWOGBO, S/o OKAFOR NWOGBO નામના એક શખ્સની પણ ધરપકડ કરી હતી.

વિગતે વાત કરીએ તો ગુજરાત એ.ટી.એસ.ના ડી.આઇ.જી. દીપન ભદ્રન અને એ.સી.પી. સુરત ક્રાઇમ બ્રાંચ ભાવેશ.પી.રોજીયા તરફથી ગુપ્ત બાતમી મેળવવામાં આવેલ કે, પાકિસ્તાનના કરાંચીના ડ્રગ્સ માફીયા હાજી અનવરએ હેરોઇનનો માલ બોટ મારફતેગજુ રાતના દરીયા કકનારેઉતારેલ છ

સમગ્ર ઘટના અંગે ગુજરાત એ.ટી.એસ.ના સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, ગતરોજ ઝડપાયેલા ડ્રગના જથ્થાને ઝડપવામાં રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓનું સંયુક્ત ઓપરેશન સફળ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ઓપરેશન સુરત ક્રાઈમ બ્રાન્ચના ભાવેશ રોજીયાની (Surat Crime Branch Bhavesh Rojiya) ટીમના આધારે કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના ન્યારા ગામની સીમમાં આવેલા ચેકડેમ નજીકથી 30.66 કિલો હેરોઈન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો પાકિસ્તાનના હાજી અનવરે મોકલ્યો હતો જેની ડિલિવરી જાફર નામના શખ્સે લીધી હતી. આ જથ્થો ન્યારાથી વાહનમાં ઉઠાવી બબલુ દિલ્હી ખાતે લઈ જવાનો હતો. પરંતુ આ કામ પાર પડે તે પહેલા જ ઓપરેશન ચલાવી ઓકાયાની ધરપકડ કરી લેવામાં આવી છે.

વધુમાં જણાવતા સુનિલ જોશીએ કહ્યું હતું કે, ઝડપાયેલો ડ્રગનો જથ્થો હાજી અનવરે પાકિસ્તાનથી મોકલ્યો હતો જેની ડિલિવરી દિલ્હીમાં રહેતા નાઇઝિરીયન શખ્સને કરવાની હતી. ઓકોયા નામનો નાઇઝિરીયન શખ્સ ઓગસ્ટ 2022થી ભારતમાં આવી નામ બદલી (સાચું નામ EKWUNIFE MARCY NWOGBO, S/o OKAFOR NWOGBO) ભારતમાં રહેતો હતો. હાલ તે શખ્સ દિલ્હીના ઉત્તમનગરના આનંદ વિહાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હોવાની માહિતી મળતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સના રહેણાક મકાનમાં દરોડો કરી તપાસ કરતા કેટલીક મહત્વની માહિતીઓ પણ પોલીસને હાથ લાગી છે. જે સમગ્ર સામગ્રી પણ પોલીસે જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ રાજકોટ ખાતેથી ઝડપાયેલા નાઇઝિરીયન આરોપી ઓકાયાને રાજકોટ સ્થિતી એન.ડી.પી.એસ. સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર પક્ષે વકિલે દલિલ કરી હતી કે, ઝપાયેલો ડ્રગ ગુજરાતમાં કયા દરિયાકિનારે ઉતારવામાં આવ્યો હતો, આ જથ્થાની ડિલિવરી લેનાર જાફર કોણ હતો અને બબલુ નામનો શખ્સ કે જે ડિલિવરી લેવાનો હતો તે કોણ છે અને ક્યાં છે તેની વિગતો મેળવવાની હોય આરોપીની રિમાન્ડ ખુબ જરૂરી છે. આમ કોર્ટે દલિલો ગ્રાહ્ય રાખતા આરોપી ઓકાયાની 12 દિવસની રિમાન્ડ મંજૂર કરી હતી. ત્યારે હવે આવનારા દિવસોમાં નવા ખુલાસા થાય અને વધુ આરોપીની ધરપકડ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *