વાવણીલાયક વરસાદ પર અંબાલાલની મોટી આગાહી: રથયાત્રાના દિવસે રાજ્યમાં થશે અમીછાંટણા

Rain Forecast by Ambalal Patel: અમદાવાદ શહેરમાં આ વર્ષે 174મી રથયાત્રા યોજાશે. ત્યારે અમદાવાદ શહેર સહીત આસપાસના વિસ્તારમાં રથયાત્રા સમયે અમી છાંટણા થવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટાની(Rain Forecast by Ambalal Patel) સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમણે ત્રણ દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે તારીખ 22થી 24 દરમિયાન હવામનમાં કેવા ફેરફારો થઈ શકે છે અને ક્યાં વરસાદ વરસી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

ખેડૂતો ખુશ થઇ જાય તેવી આગાહી
અંબાલાલે આ દિવસો દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે કે રાહત મળશે અને દક્ષિણ ગુજરાત સિવાય બાકીના ભાગોમાં કેવી સ્થિતિ રહી શકે છે તે અંગેની આગાહી પણ કરી છે. વધુમાં અંબાલાલ પટેલે ખેડૂતોને ઉપયોગી થાય તેવી માહિતી આપીને ક્યારથી ગુજરાતમાં ચોમાસું રમઝટ બોલાવશે તેની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

રાજ્યના અનેક ભાગમાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, તારીખ 22, 23 અને 24 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેલી છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આહવા, ડાંગ અને વલસાડના ભાગો ઉપરાંત જુનાગઢ, ભાવનગર, ખંભાત, જમ્બુસર, પાદરા, વડોદરાનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યના અન્ય ભાગો કે જ્યાં વરસાદ થઈ શકે છે તેવા વિસ્તારોની પણ તેમણે સંભાવનાઓ વ્યક્ત કરી છે.

રથયાત્રાના દિવસે થશે અમીછાંટણા
વરાપ નીકળ્યા બાદ કૃષિ કાર્યો કરવા સારા રહેશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે રથયાત્રા ના દિવસે પણ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ આવી શકે છે. તે દિવસે અમીછાંટણા પડી ભક્તોને ભીંજવી દેશે.અંતમાં તેમણે ખેડૂતોને ઉપયોગી સંભાવનાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે,

વાવણી માટે લઘુત્તમ અને મહત્તમ તાપમાન લગભગ 3થી 4 ડિગ્રીનો તફાવત રહે, ઠંડા પવનો ફુંકાય તેવું હવામાન જરુરી છે. આવામાં ગુજરાતમાં ચોમાસાની રમઝટ 28મી જૂન પછી થવાની શક્યતાઓ છે. આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે.