પતંગ રસિયાઓ માટે ખુશખબર: ઉત્તરાયણના દિવસે પવનને લઈ અંબાલાલની આગાહી

Makar Sankranti 2025: પતંગરસિકો માટે સારા સમાચાર આવ્યા છે. જેમા ઉત્તરાયણમાં પતંગ ચગાવવા વધારે મહેનત કરવી પડશે નહીં. તેમાં ઉત્તરાયણમાં પવન અનુકૂળ રહેશે. તથા 14 અને 15 જાન્યુઆરીએ વાતાવરણમાં પલટાની શક્યતા નહીંવત છે. તેમજ સૌરાષ્ટ્રમાં (Makar Sankranti 2025) પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. તથા 22 કિમી પ્રતિકલાકની ઝડપે પવનની ગતિ રહે તેવું અનુમાન છે.

આંચકાના પવનની ગતી 18 કિમીથી 29 કિમી રહેશે
પતંગ રસિકો માટે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિને લઈ રસિકો માટે સારા સમાચાર છે. જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે ભારે પવન વહેશે. તેમાં 14 મી જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતી વધુ રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં પવનની ઝડપ 6 કિમિથી લઈ 17 કિમી પ્રતિકલાકની રહેશે. આંચકાના પવનની ગતી 18 કિમીથી 29 કિમી રહેશે.

સૌરાષ્ટ્રમાં પવનની ગતી લગભગ 6 કિમીથી 12 કિમી આસપાસ રહેશે
સુરતમાં પવનની ગતી સારી રહેશે તેમજ ઉત્તર ગુજરાતમાં પવનની ગતી મધ્યમ રહેશે. ત્યારે કચ્છના ભાગોમાં મધ્યમ ગતીએ પવન વહેશે. સૌરાષ્ટ્રમાં પવનની ગતી લગભગ 6 કિમીથી 12 કિમી આસપાસ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન વહેશે.

તેમજ 15 જાન્યુઆરી રાજ્યમાં પવનની ગતી મધ્યમથી સારી રહેશે. તથા 14 થી 16 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગો વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 14થી 16 જાન્યુઆરીના દિવસે સવારે કેટલાક ભાગોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેશે.

ઠંડીમાં રાહત મળશે
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 14, 15, 16 જાન્યુઆરી ઠંડીથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થશે. રાજ્યમાં રાજ્યમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો થશે. જેમાં મહતમ તાપમાન 34 ડિગ્રીથી વધુ થઈ શકે છે. આ ઉપરાંત તારીખ 14 થી 18 જાન્યુઆરી રાજ્યમાં વાદળો રહેશે. જેને લઇ વાદળ હોવાથી ઠંડીમાં રાહત મળશે.