90 વર્ષ પહેલાં, ડૉ. બી.આર. આંબેડકરે 21 ડિસેમ્બર, 1927ના રોજ પ્રખ્યાત ‘મહાડ સત્યાગ્રહ’ દરમિયાન ‘મનુસ્મૃતિ’ સળગાવ્યુ હતું. આ દિવસને ‘મનુસ્મૃતિ દહન દિવસ’ કહેવાય છે. આ દહન ધાર્મિક આદર્શો સામે વિરોધ કરવા માટે કરવામાં આવ્યું હતું. જે સમાજના નીચલા વર્ગો સામે અસ્પૃશ્યતાની હિમાયત કરે છે.
આ દિવસે પંડાલની સામે જ્યાં ડૉ. આંબેડકરે તેમનું સંબોધન કર્યું હતું, ત્યાં મનુસ્મૃતિને બાળવા માટે અગાઉથી “વેદી” (ચિતા) બનાવવામાં આવી હતી. તેને તૈયાર કરવા માટે છ લોકોએ બે દિવસ મહેનત કરી હતી. છ ઇંચ ઊંડો અને દોઢ ફૂટ ચોરસ ખાડો ખોદવામાં આવ્યો હતો અને તેમાં ચંદનનું લાકડું મુકવામાં આવ્યું હતું અને તેના ચાર ખૂણા પર, થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા હતા, જેની ત્રણ બાજુએ બેનરો હતા. બેનરોમાં લખાયું હતું કે,
1. “મનુસ્મૃતિ ની દહન ભૂમિ”
2. અસ્પૃશ્યતાનો નાશ કરો અને
3. બ્રાહ્મણવાદને દફનાવી દો.
તે 25 ડિસેમ્બર, 1927 ના રોજ, મોડી સાંજે, કોન્ફરન્સમાં, મનુસ્મૃતિને બાળવાનો ઠરાવ આંબેડકરના બ્રાહ્મણ સહયોગી, ગંગાધર નીલકંઠ સહસ્ત્રબુદ્ધે દ્વારા મુકવામાં આવ્યો હતો અને પીએન રાજાભોજ, એક અસ્પૃશ્ય નિવારણના નેતા દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. ત્યારપછી આ ચિતા પર મનુસ્મૃતિ ગ્રંથને સળગાવી દેવામાં આવ્યો હતો. આંબેડકરના બ્રાહ્મણ સહયોગી ગંગાધર નીલકંઠ સહસ્ત્રબુદ્ધે અને અન્ય પાંચ છ દલિત સાધુઓએ આ કાર્ય પૂર્ણ કર્યું. પંડાલમાં એક માત્ર ફોટો મોહનદાસ કરમચંદ ગાંધીનો હતો. આ એવું સૂચવે છે કે ત્યારે હજુ આંબેડકર અને ગાંધી વચ્ચે વિવાદ થયો નહોતો. ભીમરાવ આંબેડકરે મનુસ્મૃતિની નિંદા કરી, મહાત્મા ગાંધીએ પુસ્તક સળગાવવાનો વિરોધ કર્યો.
ભીમરાવ રામજી આંબેડકર એટલે કે બી.આર. આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ ભારતના મહુમાં થયો હતો. દર વર્ષે 14 એપ્રિલે આંબેડકર જયંતિ મનાવવામાં આવે છે. બી.આર. આંબેડકર, બાબાસાહેબ તરીકે જાણીતા ભારતીય ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક હતા. તેમણે બંધારણ સભાની મુસદ્દા સમિતિની અધ્યક્ષતા કરી હતી અને ભારતમાં કાયદા અને ન્યાયના પ્રથમ પ્રધાન પણ હતા.
તેમણે સામાજિક ભેદભાવ સામે ઝુંબેશ ચલાવી, દલિતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેઓને આદિકાળથી અસ્પૃશ્ય તરીકે જોવામાં આવતા હતા. તેમણે તેમના અભિગમ દ્વારા દલિત બૌદ્ધ ચળવળને પણ પ્રેરણા આપી અને બૌદ્ધ સમાજની સ્થાપના કરી. શાળાના દિવસોથી જ બાબાસાહેબ પોતે અસ્પૃશ્યતાથી પીડાતા હતા.
તેમણે 1927 સુધીમાં અસ્પૃશ્યતા સામે સક્રિય ચળવળ શરૂ કરવાનું નક્કી કર્યું. તેમણે જાહેર પીવાના પાણીના સ્ત્રોતો ખોલવા માટે જાહેર ચળવળો અને કૂચ શરૂ કરી અને અસ્પૃશ્યોને નગરની મુખ્ય પાણીની ટાંકીમાંથી પાણી ખેંચવાનનો અધિકાર અપાવ્યો. તેમણે હિંદુ મંદિરોમાં પ્રવેશના અધિકાર માટે પણ સંઘર્ષ કર્યો. 1927 ના અંતમાં, એક સભામાં, તેમણે જાતિ ભેદભાવ અને અસ્પૃશ્યતાને વૈચારિક રીતે ન્યાયી ઠેરવવા માટે મનુસ્મૃતિન્ય દહન કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.