સમગ્ર દેશમાં મહિલાઓ સાથે થઈ રહેલ અત્યાચારની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થવા જઈ રહ્યો છે ત્યારેકેટલાક નરાધમો પોતાની હવસને સંતોષવા માટે નાની બાળકી અથવા તો કિશોરીને પોતાનો શિકાર બનાવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક શરમજનક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે.
મળી રહેલ જાણકારી પ્રમાણે, આ ઘટના હરિયાણામાં આવેલ હિસાર જિલ્લામાંથી સામે આવી છે. અગ્રોહામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા માટે આવેલ યુવતીની સાથે આ ઘટના બની છે. દવા આપવાના બહાને એમ્બ્યુલન્સ ડ્રાઈવર યુવતીને હૉસ્પિટલમાં લાવે છે. આ દરમિયાન વાતચિત વખતે યુવતી પર હાથ મૂકે છે.
યુવતી પ્રતિકાર કરે તો તે સીધો બન્ને હાથ પકડી લે છે. યુવતી ભાગવા જાય તો તે આડો ઉભો રહી જાય છે તેમજ યુવતીને પકડી તેની સાથે અશ્લીલ હરકતો કરવા લાગે છે. જો કે, ત્યારપછી વિજેન્દ્ર નામનો આ યુવક જતો રહે છે. છેડતીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ સમગ્ર મામલે હૉસ્પિટલ તંત્ર દ્વારા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
અન્ય એક ઘટના પ્રમાણે મહારાષ્ટ્રમાં 31 ઓગસ્ટનાં રોજ 14 વર્ષીય સગીરાની સાથે 13 લોકોએ ગેંગ રેપ કર્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલ બધા જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જયારે અન્ય એક ઘટના પુણે રેલવે સ્ટેશન પાસે બની હતી.. ત્રીજી ઘટના પુણેના ખેડ તાલુકામાંથી સામે આવી હતી. અહીં 12 વર્ષની એક સગીરાઅણી સાથે 5 લોકોએ અલગ-અલગ સમયે દુષ્કર્મ આચર્યું હોવાથી તમામ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.