પાડોશી મહિલાના પ્રેમમાં પાગલ પરિણીત યુવકે પ્રેમ-સંબંધમાં પાર કરી તમામ હદો

‘પ્રેમ કરવામાં ઉંમરની કોઈ સીમા હોતી નથી’ આ કહેવતને સાર્થક કરતી ઘટના હાલમાં રાજ્યમાંથી સામે આવી છે. રાજ્યના નડીયાદ જીલ્લામાં આવેલ ખેડા તાલુકાના એક ગામમાં…

‘પ્રેમ કરવામાં ઉંમરની કોઈ સીમા હોતી નથી’ આ કહેવતને સાર્થક કરતી ઘટના હાલમાં રાજ્યમાંથી સામે આવી છે. રાજ્યના નડીયાદ જીલ્લામાં આવેલ ખેડા તાલુકાના એક ગામમાં કાકી-ભત્રીજાના સંબંધને લજવતી ઘટના સામે આવી છે. 25 વર્ષનાં યુવકને 60 વર્ષની કાકી સાથે પ્રેમ-સંબંધ હોવાથી તેની પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો.

જેને લીધે મહિલાએ પોતાનું લગ્નજીવન બચાવવા માટે અભયમની ટીમ પાસે મદદ માંગી હતી. મળી રહેલ જાણકારી પ્રમાણે, મહિલાના લગ્ન પછી થોડા સમય સુધી ઘરસંસાર ખુબ સારો ચાલી રહ્યો હતો. આ દરમિયાન તેમનાં 2 સંતાન થયાં હતાં પણ લગ્નના ચોથા વર્ષથી પતિએ તેને ત્રાસ આપવાનું શરૂં કર્યું હતું. મહિલાનો પતિ તેને ઘર ખર્ચ માટે પૈસા આપતો ન હતો તેમજ જો મજૂરી માટે જાય તો તેના પર વહેમ રાખીને મારઝૂડ કરતો હતો.

જેથી મહિલા કંટાળીને તેના પિયર જતી રહી હતી ત્યારે સાસુ-સસરાએ આવીને પતિ સુધરી જશે એવું આશ્વાસન આપ્યું હતું એટલે તે સાસરીમાં પાછી આવી હતી. આ દરમિયાન તેને જાણવા મળ્યું હતું કે, પતિને અન્ય કોઈ સાથે નહીં પરંતુ પાડોશમાં રહેતી તેની 60 વર્ષની કાકી સાથે જ આડો સંબંધ છે એટલે તે તેને હેરાન કરતો હતો.

ત્યારપછી પતિની બેરશરમી એટલી બધી વધી ગઈ કે, તે દિવસ-રાત કાકીને ત્યાં રહેતો હતો તેમજ ઘરે પણ આવતો ન હતો. જ્યારે તેમની દીકરીની તબિયત લથડતા મહિલાના પતિએ તેની સારવાર માટે પૈસા આપ્યા ન હતા. જયારે અન્ય  દિવસે જ્યારે તેની કાકી બીમાર થયાં ત્યારે તેમને લઈ દવાખાને પહોંચ્યો હતો.

આમ, પતિ તથા કાકીના સંબંધોને લીધે મહિલાનો ઘરસંસાર તૂટવાની આરે પહોંચ્યો હતો એટલે મહિલાએ પોતાનો ઘરસંસાર બચાવવા માટે 181 અભયમ ટીમની પાસે મદદ માંગી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ અભયમ ટીમ દ્વારા પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરીને તેમના લગ્નજીવનને વધુ એક તક આપવા સમજાવ્યું હતું. જો યુવક ન સુધરે તો તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાનો ઠપકો આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *