માતાનું અવસાન થયું હતું તેમછતાં આ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે એવું કાર્ય કર્યું કે, ચારેય તરફ ખીલી ઉઠી માનવતા!

કોરોનાના વધી રહેલા સંક્રમણે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે અને આ કોરોનાએ કેટલાય લોકોને પોતાના ભરડામાં લઇ લીધા છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં લોકોને, ના તો હોસ્પીટલમાં બેડ મળી રહ્યા કે ના તો ઓક્સીજન મળી રહ્યો. ત્યારે આરોગ્ય સેવા અને હોસ્પિટલ સાથે સંકળાયેલા તમામ તબીબો, મેડીકલ અને પેરામેડીકલના કર્મચારીઓ પોતાની અને પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વગર સતત રાત-દિવસ લોકોના કામ કરી રહ્યા છે. ત્યારે આવોજ એક કિસ્સો જોવા મળ્યો છે તો વિસ્તૃતમાં જાણીએ આ કિસ્સા વિશે…

ઘણા ખરા હોસ્પીટલના કર્મચારીઓ પોતાના પરીવારજનોમાં કોઈનો કેસ પોઝીટીવ આવ્યો હોય તો આવા સમયમાં પણ કર્મચારીઓ ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફરજ પર જોડાઈ જાય છે. ત્યારે આવો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો હાલમાં જ ગાંધીનગરના કલોલમાં બન્યો છે. કલોલની અંદર 108 માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પ્રતિક વ્યાસના માતા ઘણા સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ બીમારી દરમિયાન તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું અને છેલ્લે તેમણે 23 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા.

માતાના મૃત્યુને કારણે પ્રતિક વ્યાસ સહિત ઘરના તમામ પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારે વધુ દુઃખી ન થતા ફરજને પ્રાથમિકતા આપીને પ્રતિકભાઈએ માતાના મૃત્યુના ત્રીજા જ દિવસે પોતાની નિષ્ઠાવાન ફરજ 108 એમ્બ્યુલેન્સ પર કામે લાગી ગયા હતા. આ અત્યંત દુખદ ઘટના વિશે પૂછતાં પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે, મારી માતા તો મરી ગઈ છે પરંતુ બીજા લોકોની માતાને બચાવવા માટે હું હમેંશા તત્પર અને કાર્યશીલ રહીશ. 108 એમ્બ્યુલેન્સના ડ્રાઈવર તરીકે મણે કોઈ વ્યક્તિનો કોલ આવે તો ત્યારે તે વ્યક્તિ મારા પરિવારનું જ કોઈ સભ્ય છે તેમ માનીને મારી નિષ્ઠાવાન ફરજ બજાવું છું.

આ કોરોના કાળમાં આ એક વ્યક્તિ જ નહિ પરંતુ આવા કેટલાય કોરોના વોરીયસ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત કાર્યશીલ રહે છે. આ તમામ નિષ્ઠાવાન કોરોના વોરીયસને દિલથી સલામ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *