દીકરાને શાળાએ મુકવા જતી મહિલાની એક્ટિવાને સરકારી ડમ્પરે લીધું અડફેટે- માતાની નજર સામે જ બાળક કચડાયું

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં બેફામ વાહનો ચલાવવા એમાં હવે કોઈ નવાઈની વાત નથી, બેફામ બની રહેલા વાહનચાલકોને કારણે દરરોજ નિર્દોષ નાગરિકોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવી…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં બેફામ વાહનો ચલાવવા એમાં હવે કોઈ નવાઈની વાત નથી, બેફામ બની રહેલા વાહનચાલકોને કારણે દરરોજ નિર્દોષ નાગરિકોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવી રહ્યો છે. ત્યારે હવે આજે શહેરના પાંજરાપોળ(Panjarapol) વિસ્તારમાં સહજાનંદ કોલેજ(Sahajanand College) નજીક ડમ્પરચાલકે દીકરાને શાળાએ મૂકવા જઈ રહેલી એક્ટિવા ચાલક મહિલાને જોરદાર ટક્કર મારી હતી અને માં અને દીકરા બંનેને અડફેટે લીધા હતા.

જોરદાર અડફેટને કારણે દહર ભટ્ટ નામના બાળકનું કરુણ મોત થયું હતું. માતાની નજર સમક્ષ જ બાળકનું કચડાવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. હાલમાં આ સમગ્ર મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

1 જૂને જ હતો બાળકનો જન્મદિવસ:
મળતી માહિતી અનુસાર, આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણી રહેલા દહર ભટ્ટ માતા સુરભિની સામે જ ડમ્પર નીચે કચડાઈ ગયો હતો અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકનો 1 જૂને જન્મદિવસ હતો.

અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે:
આ પ્રકારની ઘટના હવે તો દરરોજની થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં બેફામ વાહન ચાલકોને કારણે માસુમ લોકોની જિંદગીનો કરુણ અંત આવે છે. ત્યારે આવા તત્વો પર લગામ લગાવવાની જરૂર છે, જેથી કોઈ માસુમ લોકોના મોતના મુખમાં ના ધકેલાવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *