હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે? કોર્ટે પુછેલા પ્રશ્નનો ફેનિલે જુઓ શું આપ્યો જવાબ

સુરત(Surat): શહેરના પાસોદરા(Pasodra)માં ગ્રીષ્મા હત્યા કેસ(Grishma murder case)માં ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે 69 દિવસમાં ફેનિલને ગ્રીષ્મા(Grishma Vekariya)ની હત્યામાં દોષી ઠેરવ્યો…

સુરત(Surat): શહેરના પાસોદરા(Pasodra)માં ગ્રીષ્મા હત્યા કેસ(Grishma murder case)માં ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે 69 દિવસમાં ફેનિલને ગ્રીષ્મા(Grishma Vekariya)ની હત્યામાં દોષી ઠેરવ્યો છે. હવે કોર્ટ સજા સંભળાવશે. ફેનિલ ગોયાણી(Fenil Goyani)ને દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે પૂછ્યું, ‘તમને મૃત્યુદંડ કેમ ન આપવો?’

તમારા દ્વારા તો નિસહાય હથિયાર વગરની યુવતીનો મર્દાનગી બતાવી મનુષ્યવધ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરી શકે? કોર્ટે પૂછેલા પ્રશ્નોનો એક પણ વખત ફેનિલે જવાબ આપ્યો ન હતો. કોર્ટે કહ્યું કે, સજા પહેલા કોર્ટ સમક્ષ તમે અંતિમ વખત તમારી વાત મૂકી શકો છો. વારંવાર કોર્ટે ફેરવીને કહ્યું કે, તમારે અંતિમ ઈચ્છા કઈ કહેવું હોય તો કહી શકો છો. પરંતુ ફેનિલ પોતાના મોઢામાંથી એક પણ શબ્દ બોલ્યો ન હતો.

જણાવી દઈએ કે, 16 એપ્રિલમાં રોજ કોર્ટમાં આરોપીના વકીલ ફેનીલ ગોયાણીના વકીલો કોર્ટમાં હાજર ન રહેવાને કારણે કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો અને 21મી તારીખે એટલે કે આજ રોજ આ મામલે કોર્ટે આજે પોતાનો ચુકાદો આપશે. જેથી આજે ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષ દ્વારા આરોપીને કડકમાં કડક સજા થાય એવી માગ કરવામાં આવી છે.

જાણો શું હતી સમગ્ર ઘટના:
ગ્રીષ્મા વેકરીયાના પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણીની 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે હાથમાં નસ કાપીને ઝેરી દવા પી લેવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી મુક્ત કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. ફેનિલ હાલ લાજપોર જેલમાં બંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *