સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. હવે તો કોરોના વાયરસ રાજનીતિના ધૂરંધરોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ બે દિવસ પહેલા નિકોલના ભાજપના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આજે વધુ એક વિપક્ષના નેતાને કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
AMC વિપક્ષના નેતા કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની વાત સામે આવી રહી છે. AMC વિપક્ષના નેતા દિનેશ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા પણ દિનેશ શર્માના પુત્ર પણ કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ દિનેશ શર્માના વાયરસનો ચેપ ક્યાંથી લાગ્યો તે તંત્ર શોધી રહ્યું છે.
સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, વિપક્ષના નેતા દિનેશ શર્મા થોડા દિવસ અગાઉ પરપ્રાંતિયોને વતન મોકલવાની વ્યવસ્થા કરી રહ્યા હતા. તે સમયે AMC વિપક્ષના નેતા દિનેશ શર્મા કોરોના સંક્રમિત થયા છે. ત્યારબાદ દિનેશ શર્માને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે, અને તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, બે દિવસ અગાઉ નિકોલના ભાજપના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જગદીશ પંચાલને તાવ આવી રહ્યો હતો, જેથી શંકા જતા તેમનો બુધવારે રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. હાલ તેમને એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news