કોરોના વાઇરસની રસી આશા કરતા ખૂબ વહેલા આવી જશે. અમેરિકામાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપની મોર્ડોના કોરોના વાયરસની રસીના સંશોધન પર પાછલા ઘણા સમયથી કામ કરી રહી છે. આ કંપનીએ સોમવારે જાહેરાત કરી કે તેઓ રસીને ખૂબ ઝડપથી આવતી પાનખર ઋતુ પહેલા મર્યાદિત માત્રામાં બનાવવામાં સફળ રહેશે. કંપનીએ સોમવારે યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશનને આ વિશે ડિસ્ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ રિપોર્ટમાં મોર્ડોનાના સીઈઓ સ્ટીફન બેન્સેલ એ નિવેદનનો હવાલો દેવામાં આવ્યો છે જેણે ગોલ્ડમેન ના પ્રતિનિધિઓને આપ્યું હતું. આ નિવેદનમાં બેન્સેલે કહ્યું કે, ધંધાદારી રીતે ઉપલબ્ધ થનારા રસી હજુ ૧૨ થી ૧૮ મહિના મળી નહીં શકે. પરંતુ આપાતકાલીન ઉપયોગ માટે આ રસી કેટલાક લોકો માટે મળી શકશે. જેમાં હેલ્થ કેર વિભાગમાં કામ કરતા લોકો સામેલ હોઈ શકે છે. અને આ વર્ષના પાનખર ઋતુ પહેલા આ શક્ય બનશે.
કોરોના વાયરસની ભારતમાં સ્થિતિ જાણો અહિયાં ક્લિક કરી
મોર્ડોના કંપની એન્ટી કોરોના રસી mRNA-1273 ના નામથી વિકસિત કરી રહી છે. આ રસી અમેરિકા સ્થિત વેક્સિન રિસર્ચ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નૉલોજી એન્ડ ઇન્ફેક્શન ડિસીઝના રિસર્ચ પર આધારિત છે.
રસીના ફેઝ 1 ના અભ્યાસ પર કરવામાં આવેલ કામમાં 16 માર્ચ 2020 ના રોજ પહેલા દર્દીને તેનો ડોઝ આપવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક અને ડોક્ટરો હજુ આ ડોઝના સુરક્ષા અને પ્રતિરોધાત્મક પહેલું અવલોકન કરી રહ્યા છે. આ પ્રોગ્રામમાં એક સ્વસ્થ વ્યક્તિને 28 દિવસ ના અંતરાલમાં રસીનો ડોઝ આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર સ્ટડીમાં ૪૫ સ્વસ્થ વયસ્કોને સામેલ કરવામાં આવશે. તેમને બાર મહિના સુધી અવલોકન હેઠળ રાખ્યા બાદ આ રસીને કમર્શિયલ રીતે બજારમાં આપવામાં આવશે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સોમવારે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા ૩ લાખને પાર કરી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.