આમ તો કેવી રીતે ભાજપ સામે જીતશે વિપક્ષ? ગાડી અખિલેશની, પણ ગીતો મોદી અને યોગીના વાગી રહ્યા છે!

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યુપી માટે સત્તાવાર રીતે ચૂંટણીની તારીખો પણ આવી ગઈ છે. જેના માટે ચૂંટણી પંચની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન અમેઠીમાંથી એક એવો ચૂંટણી વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. મામલો એવો છે કે પ્રચાર વાહનથી લઈને બેનર સુધી બધું જ સમાજવાદી પાર્ટીનું છે, પરંતુ ભાજપ માટે વોટ માંગવામાં આવી રહ્યા છે.

વાસ્તવમાં, અમેઠીના સંગ્રામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાસિંગપુર ગામનો મામલો છે, જ્યાં સમાજવાદી પાર્ટીના નેતાના પ્રચાર વાહનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ગીત વગાડવામાં આવી રહ્યું છે કે, ‘આવશે તો યોગી જ.’ સપાના પ્રચાર વાહનમાં સીએમ યોગી અને બીજેપીના પક્ષમાં ગવાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો એટલો વાયરલ થયો કે મામલો પોલીસ સુધી પહોંચ્યો અને હવે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આ પ્રચાર વાહન સપા નેતા અશોક કુમાર સિંહનું છે, જેમાં બેનર પર તેમની સાથે સપા પ્રમુખ અખિલેશ યાદવની તસવીર પણ લગાવવામાં આવી છે. પ્રચાર વાહન પર ચારે બાજુ સમાજવાદી પાર્ટીના ઝંડા છે અને લાઉડ સ્પીકર પર ભાજપની તરફેણમાં ગીત વગાડવામાં આવી રહ્યું છે. સપાના પ્રચાર વાહનમાં જે ગીત વાગી રહ્યું છે તે ભાજપની ચૂંટણીની કેસેટ છે, જેના શબ્દ છે – ‘તમે ગમે તેટલુ જોર લગાવી લ્યો, અવાજ કરો, પણ જીતશે તો ભાજપ જ, ફરી આવશે યોગી, ફરી આવશે યોગી.’

જોકે, વીડિયો વાયરલ થયા બાદ સપા નેતા અશોક સિંહ પણ એક્શનમાં આવી ગયા છે. સપાના નેતા અશોક સિંહે તોફાનીઓ પર બળજબરીથી ગીત વગાડવાનો આરોપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે દબંગો પર સમાજવાદી પાર્ટીની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે યુપીમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ચૂંટણી પંચ કોઈપણ દિવસે તારીખોની જાહેરાત કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *