WHOનો મોટો ઘટસ્ફોટ- ભારતમાં કોરોનાને કારણે અધધ.. આટલા લાખ લોકોના થયા છે મોત, સરકારી દાવા પોકળ

જાન્યુઆરી ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે વિશ્વના કુલ ૧.૪૯ કરોડ લોકો કોરોના(Corona)ની મહામારીના કારણે મૃત્યુ પામ્યા હોવાનો આંકડો આજે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા જાહેર કરવામાં આવ્યા…

જાન્યુઆરી ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે વિશ્વના કુલ ૧.૪૯ કરોડ લોકો કોરોના(Corona)ની મહામારીના કારણે મૃત્યુ પામ્યા હોવાનો આંકડો આજે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે એટલે કે કુલ ૭૩૦ દિવસમાં દૈનિક ૨૦,૪૧૧ વ્યક્તિઓ આ જીવલેણ બીમારીનો ભોગ બની હોવાનું ભયાવહ સત્ય બહાર આવ્યું છે. WHOએ આજે જાહેર કરેલા આંકડા અગાઉના પોતાના જ અંદાજો કરતા ત્રણ ગણા વધુના મોત થયા છે.

દરમિયાન, સત્તાવાર રીતે આજની સ્થિતિએ પણ ભારત સરકારના સત્તાવાર આંક અનુસાર કોરોનાનો મૃત્યુઆંક આ અહેવાલ અનુસાર ટોચના ૧૦ દેશોમાં જ મૃતક ૧.૫૬ કરોડમાંથી ૭૦ ટકાનો સમવેશ થાય છે. આ અંદાજ અનુસાર ભારતે અત્યાર સુધી ૪,૮૧,૦૦૦ વ્યક્તિઓ આ સમયમાં મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું છે પણ WHOની પદ્ધતિ અનુસાર ભારતમાં ૩૩ લાખથી ૬૫ લાખ વ્યક્તિઓ મૃત્યુ પામી હોય એવી શક્યતા છે એમ WHOએ ગઈકાલે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.

અગાઉ, ન્યૂ યોર્ક ટાઈમ્સના જુલાઈ ૨૦૨૧ના એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં કોરોનાના કારણે ૩૦ લાખ વ્યક્તિના મુત્યુ થયા છે અને એ સમયે તે ભારતના સત્તાવાર આંક કરતા ૧૦ ગણો વધારે હતો. ભારત સરકારે જોકે, આ અહેવાલનું ખંડન કર્યું હતું અને આ અખબારની પદ્ધતિ સામે સવાલ ઉભા કર્યા હતા. આજે જયારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પોતે સત્તાવાર રીતે એવી જાહેરાત કરી છે ભારત સરકારના સત્તાવાર આંક કરતા વાસ્તવિક મૃત્યુઆંક ઘણો મોટો છે ત્યારે હવે કેન્દ્ર સરકાર કેવી રીતે અહેવાલ અંગે મંતવ્ય આપે છે તે જોવાનું રહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની સુપ્રીમ કોર્ટમાં કોરોનાના મૃતક પરિવારને વળતર ચુકવવા માટે થયેલી અરજીમાં કોર્ટે ભારત સરકાર ની માત્ર કોરોનાના કારણે જ મૃત્યુ થયું હોય એવી પદ્ધતિને નકારી કાઢી હતી. સરકારે એવી પદ્ધતિ આપવાની હતી કે માત્ર કોરોનાના કારણે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો જ તેને કોવીડ મૃત્યુ માનવું. આવા કિસ્સામાં કોઈ વ્યક્તિ પહેલેથી ડાયાબીટીસ, હૃદયરોગ કે અન્ય રોગથી પીડિત હોય અને તેને કોરોનાની અસર થઇ હોય, મૃત્યુ પામે તો તેને કોરોનાના મૃત્યુ તરીકે ગણવામાં આવતું નહી.

સુપ્રીમ કોર્ટે દરેક વ્યક્તિને વળતર ચૂકવવાનો આદેશ આપતા સત્તાવાર આંક કરતા ઘણા વધારે લોકોને વળતર મળ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશે આંકડા રજુ કર્યા હતા અને કુલ ૧,૬૮,૩૨૬ના સત્તાવાર મૃત્યુ સામે ૩,૭૨,૨૬૧ લોકોએ વળતર માટે અરજી કરી હોવાના એફીડેવીટ ફાઈલ કર્યા હતા. આ દર્શાવે છે કે કેન્દ્ર સરકાર પોતાના સત્તાવાર આંકમાં હજુ પણ આરોગ્ય વિભાગની માત્ર ફોર્મ્યુલા જ જાળવી રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *