કોરોના મહામારીમાં પણ આ ગુજરાતી કંપનીઓએ કર્મચારીઓનો પગાર વધાર્યો અને આપ્યું બોનસ

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના કારણે કરવામાં આવેલ લોકડાઉન બાદ કોર્પોરેટ સેક્ટરથી લઈને નાની નાની કંપનીઓમાં ખોટ ગઈ હોવાના કારણે દરેક કંપની પોતાના કર્મચારીઓના પગાર કાપી રહી છે અને કેટલાક કામદારોને તો કંપનીમાંથી જ છૂટ્ટા કરી રહી છે તેની વચ્ચે ગુજરાતની કેટલીક કંપનીઓ એવી છે જેમાં કોરોના વચ્ચે કર્મચારીઓનો પગારમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે આ કંપનીઓએ ન તો કર્મચારીનો પગાર કાપી રહી છે ન તો તેમને ઘરે બેસાડી રહી છે. ઉલ્ટાનું નિયમિત પગાર અને વાર્ષિક પગાર વધારો, પર્ફોર્મન્સ બોનસ જેવી દરેક ફાયદા કર્મચારીઓને આપી રહી છે.

આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. વડોદરામાં આવેલી આલેમ્બિક ફાર્માસ્યુટિકલ લિ.એ પોતાના સ્ટાફને લોકડાઉનના પહેલા જ મહિના દરમિયાન પહેલાની જેમ પગાર વધારો આપ્યો હતો. કંપનીના HR હેડ શુભનમ ગાયતોંડેએ કહ્યું કે, “અમે એપ્રિલ મહિનામાં લોકોને ફક્ત માસિક પગાર જ નહીં તેમનો નિયમિત પગાર વધારો પણ કર્યો છે. આ ઉપરાંત, અમે મેનેજર્સ અને તેમનાથી ઉપરની પોસ્ટના દરેક વ્યક્તિને તેમના પર્ફોર્મન્સ મુજબનું ચૂકવવાનું થતું બોનસ પણ ચૂકવ્યું છે.” તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારી કંપની 100 વર્ષ જૂની છે. કંપનીન ટોચના મેનેજમેન્ટનું સ્પષ્ટપણે માનવું છે કે માર્કેટની સ્થિતિની અસર અમારા કર્માચારીઓના પગાર પર નહીં પડવા દે.’ મહત્વનું છે કે, APLમાં હાલ આખા દેશમાં 1200 જેટલા કર્મચારીઓ કામ કરે છે.

તેવી જ રીતે કેમિકલ કંપની Deepak Nitrite Ltd દ્વારા પણ પોતાના કર્માચારીઓને પગાર વધારો આપવામાં આવ્યો છે. કંપનીના CEO મૌલિક મેહતાએ કહ્યું કે ‘માર્ચ મહિનાના છેલ્લા 10 દિવસમાં કોરોનાના કારણે લોકડાઉનથી કંપનીના બિઝનેસ પર મોટી અસર પડી હતી જોકે તેમ છતા વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં કંપનીને ખૂબ જ સારું પર્ફોર્મન્સ કર્યું છે. કંપનીમાં પહેલાથી જ મેરિટ બેઝ઼્ડ પરફોર્મન્સ બોનસ આપવામાં આવે છે. જેથી આ વર્ષે પણ ગત આખું વર્ષ દરમિયાન કર્મચારીએ કરેલી મહેનતનું ફળ કંપનીએ તેમને આપ્યું છે.’ વડોદરાની આ કંપનીના ગુજરાત, મહારાષ્ટ્ર અને હૈદરાબાદમાં બે-બે પ્લાન્ટ છે.

HR & Accounts વિભાગના AGM દિલિપ પરમારે કહ્યું કે ‘અમે અમારા દરેક કર્મચારી સંભાળ લઈએ છીએ. તેમાંથી ઘણા તો લોકડાઉન દરમિયાન પણ કામ કરવા આવતા હતા. અમારી કંપનીએ મે મહિનામાં જ દરેક કર્મચારી માટે સરેરાશ 11 ટકાના પગાર વધારો જાહેર કર્યો છે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં લોકડાઉન વચ્ચે જે કર્મચારીઓ આવ્યા અને 8 કલાકની શિફ્ટમાં કામ કર્યું તે દરેકને અમે 15 ટકા વધારે સેલેરી આપી છે. જ્યારે એવા કર્મચારી જેમણે દરરોજ 12 કલાક જેટલું કામ કર્યું તેમને 30 ટકા વધારે સેલેરી આપી છે. આ ઉપરાંત કંપનીના નિયમ મુજબ માર્ચ મહિનામાં કંપનીના નફામાંથી પણ દરેક કર્મચારીઓને તેમનો ભાગ આપવામાં આવ્યો છે.’ તેવી જ રીતે એક્સમીડ ફાર્માસ્યુટિકલના 800 કર્મચારીઓ પણ ખુશ દેખાય છે.

કંપનીના CEO પ્રણવ પટેલે કહ્યું કે, ‘અમે આ મહિને અમારા દરેક કર્મચારીને પગાર વધારો આપી રહ્યા છે. કેમ કે લોકડાઉનના કારણે આ પ્રોસેસમાં થોડું મોડું થયું હતું. અમારા કર્મચારીઓએ ખૂબ જ મહેનતથી કામ કર્યું છે અને તેઓ આ પગાર વધારના ચોક્કસપણ હકદાર છે.’ HR કન્સલ્ટન્સી સમિર પરિખે કહ્યું કે, ‘અમારી સંસ્થા દ્વારા દેશભરમાં કરવામાં આવેલ પ્રાથમિક સર્વેમાં સામે આવ્યું છે કે 100માંથી 15 ટકા જેટલી કંપનીઓએ તેમના કર્મચારીઓને પગાર વધારો આપી દીધો છે. આ પગાર વધારો 5 ટકાથી લઈને 14 ટકાની રેન્જમાં છે. આ મોટાભાગની કંપની સર્વિસ સેક્ટરની કંપની છે.’ તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે 25 ટકા જેટલી એવી કંપનીઓ છે જે મોટાભાગે મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી છે. જ્યારે 60 ટકા કંપનીઓએ પગાર વધારાને આગામી ત્રીમાસિક સુધી પાછળ ઠેલી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *