Ambalal Patel Prediction: આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં (Ambalal Patel Prediction) આવી છે. તેમણે જણાવ્યા અનુસાર, 28થી 30 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન ફંકાઈ શકે છે. માર્ચના અંતભાગથી 10 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ અને હળવા છાંટા પડી શકે છે.
28, 29 અને 30 માર્ચે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, તારીખ 28, 29 અને 30 માર્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. સામાન્ય પવન 10થી 15 કિ.મી.ની ઝડપે ફૂંકાશે જ્યારે ભારે પવન 35 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ શકે છે. દરિયા કિનારાના ભાગોમાં પવનની ઝડપ 40 કિ.મી.ની આસપાસ રહી શકે છે.
હવામાનમાં ભારે પલટો આવી શકે છે
બંગાળ સાગરમાં સિઝનનો પ્રથમ સાઇકલોન હળવા પ્રકારનો બનવાની શક્યતા રહેશે. જે વિશાખાપટ્ટનમની આસપાસ સર્ક્યૂલેશનમાંથી સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે. તેના અને અરબ સાગરના ભેજના કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવી શકે છે.
ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડી શકે છે
દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી, સુરતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે.
ક્યાંક આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ થઇ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડી શકે છે. અરબ સાગરમાં ભેજના કારણે માર્ચના અંત ભાગથી 10 એપ્રિલ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થઇ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App