ગુજરાતમાં જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે PM મોદીએ CM ભુપેન્દ્ર પટેલને ફોન ઘુમાવ્યો, જાણો સમગ્ર ઘટના

Gujarat Heavy Rains: રાજ્યમાં ભારે વરસાદને લઈને 3 સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે છેલ્લા 2 દિવસથી રાજ્યમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને(Gujarat Heavy Rains) પગલે પાણી ભરાય ગયા હતા. જેની અસર રોજિંદા જીવન પર પણ વર્તાઈ રહી છે.

ભારે વરસાદને કારણે રાજયના મોટા જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે એકધારો વરસી રહેલા વરસાદને પગલે કેટલાક જીલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આ મામલે દેશના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસેથી માહિતી મેળવી છે. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગેનો PM મોદીએ ગુજરાત CM પાસેથી ચિતાર મેળવ્યો છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આજે રાજયના સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહિં રાજયના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવન સાથે વરસાદને લઈને રાજયના મોટાભાગના જિલ્લા તંત્ર દ્વારા શાળાઓ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે તંત્ર પણ દોડતું થઇ ગયું છે. સતત વરસી રહેલા વરસાદથી વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. જેમાં મુખ્યમંત્રી પટેલે જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.