Ahemdabad BJP MLA: દેશમાં જ્યારે કોઈ મહાન રાષ્ટ્રીય નેતા, કોઈ મહાન કલાકાર કે દેશના સન્માન કે કલ્યાણ માટે સર્વસ્વ બલિદાન આપનાર મહાનુભાવનું નિધન થાય ત્યારે શોકની જાહેરાત કરવામાં આવે છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા શોકને (Ahemdabad BJP MLA) રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. સત્તાવાર પ્રોટોકોલ મુજબ, વર્તમાન અથવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાનના મૃત્યુ પર જ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે.
પૂર્વ વડાપ્રધાનના મૃત્યુ પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો
આઝાદી પછી, મહાત્મા ગાંધીનો ભારતમાં પ્રથમવાર રાષ્ટ્રીય શોક અને રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાનો રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ, ચંદ્રશેખર અને અટલ બિહારી વાજપેયીના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ હતો. તે જ સમયે વડા પ્રધાનો પંડિત જવાહર લાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીનું કાર્યકાળ દરમિયાન અવસાન થયું હતું. ત્યારે પણ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.
આમ કેન્દ્રની મોદી સરકારે પરંપરા અને પ્રોટોકોલ મુજબ ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના નિધન બાદ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. ભારતીય ધ્વજ સંહિતાના નિયમો અનુસાર, રાષ્ટ્રીય અથવા રાજ્ય શોક દરમિયાન, જે જગ્યાએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવતો હોય છે ત્યાં અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે. આમાં સંસદ ભવન અને વિધાનસભાઓથી લઈને કેન્દ્ર સરકારની કચેરીઓ અને સચિવાલયોનો સમાવેશ થાય છે. અન્ય દેશોમાં આવેલ ભારતીય દૂતાવાસોમાં લગાવવામાં આવેલ ત્રિરંગા ધ્વજને પણ અડધી કાઠીએ કરી દેવામાં આવતો હોય છે.
આ સિવાય દેશ કે રાજ્યમાં કોઈપણ પ્રકારના ઔપચારિક અને સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી. જાહેર મેળાવડા અને સત્તાવાર મનોરંજન કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ હોય છે.
ભાજપને રાષ્ટ્રીય શોક સાથે કઈ લેવાદેવા ન હોય તેવા દ્રશ્યો આવ્યા સામે
પરંતુ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલ રાષ્ટ્રીય શોકની જાહેરાતને જાણે કોઈ લેવાદેવા ન હોય તેવી પરિસ્થિતિનું ભારતીય જનતા પક્ષના ધારાસભ્યશ્રી કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓએ નિર્માણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભૂતકાળમાં નરેન્દ્ર મોદી જે વિધાનસભામાંથી ચૂંટાયા હતા તે જ મણીનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમુલ ભટ્ટ અને મણીનગરના કોર્પોરેટરો સહિત કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય શોકનો આદર ન રાખતા વોર્ડ પ્રમુખ ની જાહેરાત થયા બાદ ઉજવણીનો કાર્યક્રમ ઉજવ્યો હતો, ફટાકડા ફોડ્યા હતા અને ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓ ગરબે ઘૂમીને ઉજવણી કરતા પણ જોવા મળ્યા હતા. આમ પોતાની જાતને રાષ્ટ્રવાદી ગણાવતા ભારતીય જનતા પક્ષે પૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહનસિંહ મૃત્યુનો પણ મલાજો ન રાખીને દેશહિત વિરુદ્ધનું વરવું પ્રદશન કર્યું હતું.
શું પોલીસ પાસે પરમિશન લીધી હશે?
જાહેર સરઘસ અને આતિશબજીનો કાર્યક્રમ હોઇ તેની પોલીસ પરિમિશન લેવી ફરજિયાત હોય છે. શું ભાજપના સંગઠને ઉપરોક્ત કાર્યક્રમની પોલીસ પરમિશન માગી હતી લીધી હતી. આ કિસ્સામાં જો પરમિશન માગી હોય અને આપવામાં આવી હોય તો જે તે પોલીસ અધિકારી પર દંડનીય કાર્યવાહી કરવી જોઈએ અને પરમિશન જો ન માગવામાં આવી હોય તો પોલીસે ઉપરોક્ત કાર્યક્રમના આયોજક ઉપર પણ ફરિયાદ કરવી જરૂરી છે.
અત્યંત નીંદનીય
ભૂતકાળમાં પણ ડોક્ટર મનમોહનસિંહ વિશે ભાજપના નેતાઓ એલફેલ બોલીને તેમનું અપમાન કરેલું હોય તેવા અસંખ્ય ઉદાહરણો જોવા મળેલા છે પરંતુ ભૂતપૂર્વ વડાપ્રધાન મૃત્યુ પામ્યા હોય અને તેમના માનમાં રાષ્ટ્રીય શોક રાખવામાં આવ્યો હોય તે દરમિયાન આવા પ્રકારની ઉજવણી કરવી તે અત્યંત નીંદનીય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App