ત્રણ સુંદર પત્નીઓની સાથે મોજ કરે છે આ ભિખારી, મહિનાની કમાણી જોઇને આંખે અંધારા આવી જશે

દેશમાંથી અવાર-નવાર ભીખારીઓ પૈસાવાળા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તમને જાણીને વિશ્વાસ નહિ આવતો હોય પરંતુ આ એકદમ સાચી વાત છે. ભીખારીઓ પાસે ખુબ જ પૈસા હિય છે પરતું તે લોકો કોઈને જાણ કરતા હોતા નથી. અમુક ભીખારીઓ તો કરોડ પતિઓની જેમ કરોડોના બંગલામાં રહેતા હોય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રાત-દિવસ મહેનત કરતા હોય છે. તેમ છતાં પણ તે પોતાની બધી રોજીંદી જરૂરિયાતો પૂરી પાડી શકતા નથી. 

તમે રસ્તાઓ પર અથવા મંદિરોની બહાર ચાલતી વખતે ભીખારીને ઘણીવાર જોયા હશે, પરંતુ આ બધા ભિખારી ગરીબ છે, તેવું સમજવાની ભૂલ ક્યારેય ન કરો. આજે અમે તમને એક કરોડપતિ ભિખારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વ્યક્તિને જોઈને તમે અનુમાન કરી શકતા નથી કે, તે દર વર્ષે લાખોની કમાણી કરે છે. સવારથી સાંજ સુધી ભીખ માંગનારા આ ભિક્ષુકના માત્ર કોઈ બાજુમાં ધંધા જ નથી, પરંતુ તેની ત્રણ પત્નીઓ પણ છે. આજે અમે તમને જણાવીશું કે એક એવા ભિખારી વિષે જે લાખોની કમાણી કરે છે અને પોતાની ૩ સુંદર પત્નીઓ સાથે રહે છે.

તેમણે ભીખ માગવાને પોતાનો ધંધો બનાવી લીધો છે, અને તેની નીચે ઘણા બીજા ભીખારીઓ પણ છે. જેની પાસેથી તે કમીશન તરીકે રૂપિયા વસુલ કરે છે. ઘણા લોકોને આ વાત પર વિશ્વાસ નહિ આવે. પરતું અમે બીજી ઘણી વાત વિશે જણાવીશું જેના કારણે તમને વિશ્વાસ આવશે.

લાખોની કમાણી કરે છે આ ભિખારી:
ઝારખંડના ચક્રધરપુર રેલ્વે સ્ટેશન પર આ ભિખારી દરરોજ ભીખ માંગે છે, પરંતુ તેની આવક વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ ભિખારીનું નામ છે ‘છોટુ બારિક’. ઘણા લોકો તેને લખપતિ ભિખારી તરીકે પણ ઓળખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, છોટુ માત્ર ભીખ માંગીને દરરોજ મોટી માત્રામાં વધારો કરે છે પણ તેનો પોટ સાઈડનો બિઝનેસ પણ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, છોટુ બારિક ભીખ માંગીને દર મહીને લાખો રૂપિયા કમાય છે. એટલું જ નહિ તેને ત્રણ પત્નીઓ પણ છે અને તેમના માટે ત્રણ દુકાનો ચાલુ કરાવી છે. અહી લોકોને એક પત્ની માં જ જીવન નીકળી જાય છે અને આ ભિખારી ૩ પત્ની રાખે છે. જણાવી દઈએ કે, તેમનું જીવન અબજોપતિ બિઝનેસમેનથી ઓછું નથી. મિત્રો આ ભિખારી દિવસમાં ૪ થી ૫ કલાક જ ભીખ માંગે છે. તે ઉપરાંત કમીશન અને દુકાનોમાંથી સારી એવી કમાણી પણ કરી લે છે.

માર્કેટિંગ ચેન કંપનીનો પણ છે સભ્ય
આ સિવાય તે માર્કેટિંગ ચેન કંપનીનો સભ્ય પણ છે. ચાલો તમને જણાવી દઈએ કે, છોટુની દુકાન સિમદેગા વિસ્તારમાં છે અને તે કોટ પેઇન્ટ પહેરીને કંપનીની બેઠકોમાં પણ ભાગ લે છે. આ ભિખારીને જોઇને દરેક લોકોને દયા આવી શકે છે, પણ જયારે તેની સાચી વાત તમારી સામે આવશે તો તમને તેની ઉપર ગુસ્સો પણ આવશે, અને એ વાત સ્વભાવિક છે. આ ભિખારી પોતાની ત્રણેય પત્નીઓને ખુશ રાખે છે અને તેમની તદરેક જરૂરિયાતો પણ પૂરી કરે છે.

આ ભિખારી ત્રણ લાખથી વધુની કમાણી કરે છે….
લખપતિ ભિખારી છોટુ જણાવે છે કે, તે આવકના તમામ સ્રોતમાંથી એક વર્ષમાં લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા કમાય છે. વાસણની દુકાન ત્રણે પત્નીઓ ચલાવે છે અને ઘરના તમામ ખર્ચ સરળતાથી સંભાળે છે. આ સિવાય છોટુ કહે છે કે, તે રોજ એક હજારથી બારસો રૂપિયા માંગે છે. આ રીતે 30 હજારથી ઉપરની આવક માત્ર ભીખ માંગીને થાય છે. માર્કેટિંગ ચેઇન કંપનીમાં તેની સાથે આશરે 20 લોકો સંકળાયેલા છે, તેને સારું કમિશન પણ મળે છે.

આ ભિખારીનો છે તેજ મગજ :-
ખાસ વાત એ છે કે તેમણે પોતાના આ કામમાં ૭-૮ લોકોને રાખેલા છે અને દરેકને એક અલગ સ્થાન આપી દેવામાં આવેલું છે. દરરોજ તેમની પાસેથી પોતાનું કમીશન પણ વસૂલ કરે છે. તે ઉપરાંત તેને પોતાની ત્રણ દુકાનમાંથી પણ ઘણો ફાયદો થાય છે અને આ ભિખારીની ભીખ માંગવાની પણ એક અલગ સ્ટાઇલ છે. એટલા માટે આ ભિખારી પોતાની ભીખ માંગવાની સ્ટાઈલથી લાખો રૂપિયા કમાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *