ભારતીય બોક્સર અમિત પંઘાલે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં સ્રેઠ અને ઐતિહાસિક સિલ્વર સફળતા મેળવતા નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. અમિત આ સાથે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારો ભારતનો સૌપ્રથમ પુરુષ બોક્સર બન્યો હતો.
રશિયામાં ચાલી રહેલી મેન્સ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આજે 52 કિગ્રા વજન વર્ગનો ફાઈનલ મુકાબલો રમાયો હતો, જેમાં ઉઝબેકિસ્તાનના શાખોબિદીન ઝોઈરોવે ભારતના અમિત પંઘાલને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જ્યારે અમિત પંધાલને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. નોંધપાત્ર છે કે, આ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ક્યારેય કોઈ ભારતીય બોક્સર બ્રોન્ઝથી આગળ જઈ શક્યો નહતો. જોકે અમિતે આ નિરાશાજનક રેકોર્ડને તોડતાં ફાઈનલ રમનારા સૌપ્રથમ ભારતીય પુરુષ બોક્સર તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અગાઉ ભારતના મનીષ કૌશિકે 63 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
બધા દેશોના કુલ 78 બોક્સરોએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો, જેમાંથી માત્ર નવ જ દેશોના બોક્સરો ફાઈનલમાં પ્રવેશી શક્યા હતા, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. સૌથી ફાઈનલ રમનારા ઉઝબેકિસ્તાનના બોક્સરો હતા, જેમની સંખ્યા ચાર હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.