ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, હવે ઇન્ફોર્મ ખેલાડી વગર જ રમવું પડશે, જાણો કારણ

વર્લ્ડ કપ 2019માં પોતાના શાનદાર પરફોર્મન્સના દમ પર વિરોધી ટીમોમાં ડર પેદા કરનાર ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ગબ્બરના નામથી જાણીતો ટીમ ઈન્ડિયાનો…

વર્લ્ડ કપ 2019માં પોતાના શાનદાર પરફોર્મન્સના દમ પર વિરોધી ટીમોમાં ડર પેદા કરનાર ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ગબ્બરના નામથી જાણીતો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ધવનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન પેટ કમિંસની બોલ પર ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. તેણે આ મેચમાં 109 બોલ પર 117 રન બનાવ્યા હતા. શિખર ધવનની જગ્યાએ ઋષભ પંત ભારતની વર્લ્ડ કપ ટીમમાં સામેલ થઈ ગયો છે.

જોકે, એક્સ-રેમાં ફ્રેક્ચર નહોતું આવ્યું, પરંતુ સીટી સ્કેનમાં એ જાણવા મળ્યું હતું કે ધવનને હેરલાઈન ફ્રેક્ચર છે. યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પહેલા જ ધવનના કવર તરીકે ઈંગ્લેન્ડ મોકલવામાં આવી ચુક્યો છે. તે મેનચેસ્ટર પહોંચ્યા હતો પરંતુ પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ સાથે જોડાઈ ગયો હતો.

ભારતીય ઓપનર શિખર ધવન વર્લ્ડ કપ 2019માંથી બહાર થઈ ગયો છે, કારણ કે તે ટૂર્નામેન્ટના બાકી બચેલા સમયમાં ફિટ નહીં થઈ શકશે. ધવન હાલ અંગુઠામાં ઈજાના કારણે આશરે 2 અઠવાડિયાથી ટૂર્નામેન્ટમાંથી બહાર છે, પરંતુ તે હજુ સુધી સંપૂર્ણપણે ફિટ નથી થઈ શક્યો.

ધવન વર્લ્ડ કપમાં આગળ પણ ભાગ લેવાની સ્થિતિમાં નથી. આ અગાઉ ભારતના સહાયક કોચ સંજય બાંગડે કહ્યું હતું કે, ટીમ પ્રબંધન શિખર ધવનને વર્લ્ડ કપમાંથી બહાર કરવા માગતા નથી અને તેઓ ધવનની રિકવરી પર નજર રાખવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *