દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અમિત શાહ આ નેતાના ઘરે પહોંચ્યા ભોજન લેવા

દિલ્હી વિધાનસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં આવી રહી છે. ત્યારે ચુંટણીનો પ્રચાર કરી રહેલા અમિત શાહ શુક્રવારે અચાનક જ મનોજ તિવારી નામના ભાજપના એક કાર્યકરના ઘેર પહોંચી ગયા. અમિત શાહે મનોજ તિવારી સાથે બેસીને દાળ, રોટલી અને શાકનું સાદું ભોજન સોફા પર તેની સાથે બેસીને લીધું હતું. તે ઉપરાંત, અમિત શાહે શુક્રવારની રાત્રે પણ યમુના વિહાર વિસ્તારમાં ભાજપ પ્રમુખના ઘરે જ ભોજન લીધું હતું. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે આ મુદ્દે શાહ પર કટાક્ષ પણ કર્યો છે.

યમુના વિહાર  વિસ્તારનાં ભાજપ કાર્યકર મનોજ કુમારના ઘરે, તેમણે દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારી સાથે રાત્રી ભોજન લીધું હતું. રાત્રી ભોજન પછી ભોજન માટે પરિવારનો આભાર પણ માન્યો. અમિત શાહે કહ્યું, ‘તેમના કાર્યકર મનોજ જી, દિલ્હીના યમુના વિહારમાં જમ્યા. તેમના પરિવારની આત્મીયતા અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર.’

અમિત શાહે વધુમાં કહ્યું કે, ‘ભાજપ એક રાજકીય પક્ષ નથી, કુટુંબ છે, જેમાંના દરેક સદસ્ય તેની સાચી શક્તિ છે. આપણે બધાએ સાથે મળીને એક મજબૂત ભાજપ સશક્ત ભારતના વિઝનને સાકાર કરવાનું છે.

અમિત શાહ આ જ રીતે ભાજપ કાર્યકરોને ઘરે પહેલી વાર ભોજન માટે નથી ગયા. પરંતુ આ પહેલાં પણ તે અનેક વખત આ રીતે અન્ય કાર્યકરોના ઘરે જતા હતા પણ છેલ્લા કેટલાક સમયથી શાહે આ રીતે કાર્યકરોના ઘેર જવાનું બંધ કર્યું હતું. અને હવે ફરી અચાનક તે પાછા કાર્યકરોને ઘરે જવા લાગ્યા છે. તે પાછળ જ્યોતિષીની સલાહ કારણભૂત હોવાનું ભાજપનાં સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે શુક્રવારે AAP (AAP) અને કોંગ્રેસ પર સુધારેલા નાગરિકત્વ અધિનિયમ (CAA) વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવવા અને રમખાણો ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે કેજરીવાલ સરકાર પર તેમના વચનો પૂરા ન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો, અને જો ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પર આવશે તો, દિલ્હીને વિશ્વનું શ્રેષ્ઠ શહેર અને રાજધાની બનાવવાનું વચન આપ્યું હતું.

શાહે 2014માં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે રાષ્ટ્રીય સ્તરે કામ શરૂ કર્યું ત્યારે તે ચૂંટણી સભા પછી કાર્યકરોને ઘેર જમવા માટે પહોંચી જતા હતા. ઉત્તર પ્રદેશમાં આ વ્યૂહરચનાથી ભાજપને ખુબ જ સારી સફળતા મળી હતી. જ્યોતિષીઓએ શાહને એ જ રસ્તો અપનાવવા સલાહ આપી છે કે જેથી દિલ્હીની ચુંટણીમાં પણ ભાજપ જીતી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *