ગાંધીનગર બેઠક પર અમિત શાહનો દબદબો; 5 લાખથી વધુ મત સાથે રેકોર્ડબ્રેક જીત, કોંગી ઉમેદવાર સોનલ પટેલની હાર

Gandhinagar Lok Sabha Result: ગાંધીનગર બેઠક પર અમિત શાહનો દબદબો; 5 લાખથી વધુ મત સાથે રેકોર્ડબ્રેક જીત, કોંગી ઉમેદવાર સોનલ પટેલની હાર; ગાંધીનગરએ ગુજરાતનું પાટનગર સાથે જ ભાજપની મજબૂત ગણાતી બેઠક પૈકીની એક છે. અહીં ભાજપના પ્રતિષ્ઠત નેતાઓ(Gandhinagar Lok Sabha Result) ચૂંટણી લડેલી છે અને સારી લીડ સાથે જીતનાં ઝડા પણ રોપેલા છે. અહીં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને હવે ફરીવાર અમિત શાહ જોરદાર લીડ સાથે આ બેઠક પર જીત મેળવી છે.

અમિત શાહની જીત
અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા છે. ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો છે. અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે.

ગાંધીનગર બેઠકનો ઈતિહાસ
1967થી બેઠક અસ્તિત્વમાં આવી અને 1984 સુધી ચાર વાર ગાંધીનગરથી કોંગ્રેસની જીત થઈ. એક વાર ગાંધીનગર બેઠક ઉપર જનતા પાર્ટીની જીત અને 1989થી ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ રહ્યો. પૂર્વ નાયબ પ્રધાનમંત્રી એલ.કે.અડવાણી ગાંધીનગરથી છ ટર્મ ચૂંટાયા