ભાજપના ચાણક્યની મોટી ભવિષ્યવાણી- આટલી સીટો જીતીને 2024 માં ત્રીજી વખત વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી

ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) ફરી એકવાર 2024ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની જીતની આગાહી કરી છે. અમિત શાહે દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ…

ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) ફરી એકવાર 2024ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની જીતની આગાહી કરી છે. અમિત શાહે દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર સત્તામાં આવશે. તેમણે બેઠકો અંગે પણ આગાહી કરી હતી. PM મોદી કેટલી સીટો પર ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે તે જણાવ્યું.

આસામના ડિબ્રુગઢમાં એક જાહેર સભાને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે ટૂંક સમયમાં આખા દેશમાંથી તેમનો સફાયો થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આસામ રાજ્યના ડિબ્રુગઢની મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ કાર્યાલયનો શિલાન્યાસ કર્યો હતો.તેમણે કહ્યું કે, “હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ આસામની 14માંથી 12 બેઠકો જીતશે. અને મોદીજી 300 થી વધુ બેઠકો સાથે પૂર્ણ બહુમતી મેળવીને ત્રીજી વખત વડાપ્રધાન બનશે.

શાહે ભાજપની આગેવાની હેઠળની આસામ સરકારની સિદ્ધિઓ અને હિમંતા બિસ્વા સરમાએ મે, 2021 માં મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી છેલ્લા બે વર્ષમાં શરૂ કરાયેલી યોજનાઓ અને નીતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, “2016માં પૂર્વોત્તરમાં ભાજપની વિજયયાત્રા શરૂ કરવા માટે હું આસામના લોકોનો આભાર માનું છું. હવે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને સાથી પક્ષો પ્રદેશના તમામ રાજ્યોમાં સત્તામાં છે. અને કોંગ્રેસ, જે થોડા વર્ષો પહેલા પૂર્વોત્તરમાં સૌથી મોટી પાર્ટી હતી, તે હવે સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે.”

શાહે યાદ કર્યું કે કેવી રીતે ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સતત બીજી વખત ત્રિપુરામાં સત્તામાં પાછો ફર્યો. નાગાલેન્ડ અને મેઘાલયમાં સહયોગીઓ સાથે સરકારો બનાવી. શાહે સવાલ કર્યો કે, “રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો, પરંતુ પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. પરંતુ તે બદલાશે નહીં. રાહુલ વિદેશ જઈને દેશને બદનામ કરે છે. શું કોઈ દેશભક્ત નાગરિક પાસેથી આ વર્તનની અપેક્ષા છે?

શાહે કહ્યું, “રાહુલ, તારે બદલવાનો સમય આવી ગયો છે. નહીંતર, કોંગ્રેસનો આખા દેશમાંથી સફાયો થઈ જશે, જેમ પૂર્વોત્તરમાં થયું. પીએમ મોદીએ દેશને બાહ્ય જોખમોથી બચાવ્યો અને પૂર્વોત્તરમાં શાંતિ લાવી, પરંતુ કોંગ્રેસ તેમની કબર ખોદવા માંગે છે. હું તેમને કહી શકું છું કે તમે મોદીને જેટલા અપશબ્દો કરશો, તેટલું જ બીજેપીનું કમળ ખીલશે.”

ઉલ્લેખનીય છે કે, અમિત શાહ પૂર્વોત્તરના બે દિવસીય પ્રવાસ પર છે. સોમવારે, તેમણે અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના કિબિથુની મુલાકાત લીધી અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો પ્રારંભ કર્યો. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એ આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા ગામોને વિકસાવવાની યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *