‘ભારતની નંબર વન ભેંસ’ -એક દિવસમાં અધધ… આટલા લિટર દૂધ આપી ભેંસે બનાવ્યો ફરી એક નવો રેકોર્ડ

હરિયાણા(Haryana)ના હિસાર(Hisar)માં મુર્રાહ જાતિની ભેંસ(Murrah buffalo) ગંગાએ એક દિવસમાં 31 લિટર દૂધ આપીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા પણ ગંગાનું નામ ઈન્ડિયા બુક ઓફ…

હરિયાણા(Haryana)ના હિસાર(Hisar)માં મુર્રાહ જાતિની ભેંસ(Murrah buffalo) ગંગાએ એક દિવસમાં 31 લિટર દૂધ આપીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા પણ ગંગાનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ(India Book of Records)માં ઘણી વખત નોંધાઈ ચૂક્યું છે. ગંગાના માલિક અને ખેડૂત જયસિંહે જણાવ્યું કે, ઘણા લોકો આ ભેંસ ખરીદવા માંગતા હતા. આ માટે લોકો 15 લાખ રૂપિયા સુધી ચૂકવવા પણ સંમત થયા હતા. તેમ છતાં તેણે ગંગા વેચી ન હતી.

મળતી માહિતી મુજબ, સીએમ મનોહર લાલ ખટ્ટર અને કૃષિ મંત્રી જેપી દલાલે પણ સોરઠી ગામના રહેવાસી ખેડૂત જયસિંહ અને તેમની પત્ની બીનાને પશુપાલનના ક્ષેત્રમાં તેમના સારા યોગદાન માટે સન્માનિત કર્યા છે. આ ઉપરાંત વર્ષ 2017માં સૂરજકુંડ મેળામાં બીજેપીના વરિષ્ઠ નેતા રાજનાથ દ્વારા પણ આ યુગલનું સન્માન કરવામાં આવ્યું હતું.

ખેડૂત જયસિંહે જણાવ્યું કે, ભેંસ ગંગાએ આ વર્ષે કરનાલમાં રાષ્ટ્રીય ડેરી મેળામાં એક દિવસમાં 31 કિલો 100 ગ્રામ દૂધ આપીને પંજાબ અને હરિયાણા માટે રેકોર્ડ બનાવ્યો છે. ગંગાએ નેશનલ ડેરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ માટે તેને 21 હજાર રૂપિયાનું ઈનામ મળ્યું હતું.

તેમણે કહ્યું કે, ગંગા દરરોજ 60 હજાર રૂપિયાનું દૂધ આપે છે. તેની ઉંમર 15 વર્ષની છે. ગંગા 5 વર્ષની હતી ત્યારે તેણે તેને ખરીધી હતી. તે તેના પોતાના બાળકની જેમ તેની સંભાળ રાખે છે. ગંગાને એક દિવસમાં 13 કિલો ફીડ અને બે કિલો ગોળ ખવડાવવામાં આવે છે.

દરરોજ 8 કલાક ગંગાની રાખવામાં આવે છે સંભાળ:
દિવસના 8 કલાક ગંગાની સંભાળ રાખવામાં આવે છે. તે દરરોજ સ્નાન કરે છે. ભેંસને દર પાંચ કલાક પછી પાણી આપવામાં આવે છે. ખેડૂત જયસિંહે જણાવ્યું કે, તેની પાસે બીજી ઘણી ભેંસો પણ છે. પરંતુ શ્રેષ્ઠ ગુણવત્તાની ભેંસ ગંગા છે. તેણે કહ્યું કે તે ગ્રાહકોને 65 રૂપિયા પ્રતિ કિલોના ભાવે દૂધ વેચે છે.

ગંગા ભેંસએ અત્યાર સુધી બનાવ્યા છે આ રેકોર્ડ:
ગંગાએ વર્ષ 2015માં એક દિવસમાં 26 કિલો 306 ગ્રામ દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો હતો. વર્ષ 2017માં એક દિવસમાં 26 કિલો 900 ગ્રામ દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો હતો, વર્ષ 2021માં એક દિવસમાં 27 કિલો 330 ગ્રામ દૂધ આપીને અને હવે 2023માં ગંગાએ ૩૧ લીટર દૂધ આપીને એક રેકોર્ડ બનાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *